વાત્સલ્યમ્ સમાચાર
ભરૂચ થી મેન્ડેટ લઈને જિલ્લા ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ આવ્યા હતા.તાલુકા પંચાયત સભ્યો, ભાજપા અગ્રણીઓ સહિત હાજર રહ્યા. ભાજપ છાવણી માં આનંદ છવાયો. ભાજપ ના ઉમેદવાર મા પ્રમુખ પદ માટે નીતિનભાઈ મહેન્દ્રભાઈ પટેલ ( ભોલાભાઈ) તથા ઉપપ્રમુખ પદ માટે રેખાબેન અરવિંદભાઈ રાઠોડ તથા
કારોબારી ચેરમેન તરીકે રાજેન્દ્રભાઈ ભારતભાઈ પરમાર, પક્ષના નેતા તરીકે શ્રીમતી કાશ્મીરાબેન નીતિનભાઈ પટેલ જાહેર કર્યા. પ્રમુખ પદ તથા ઉપ પ્રમુખ પદ ના ભાજપ ના જાહેર થયેલ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી. જયારે ઉમેદવાર પત્ર ભરવાનો સમય પુર્ણ થતા સુધી મા અન્ય ઉમેદવારી નહી નોધાતા આવતી કાલ તા ૧૪ મી ના રોજ ભાજપ ના ઉમેદવાર પ્રમુખ પદે નીતિનભાઈ પટેલ (ભોલો) તથા ઉપપ્રમુખ પદે રેખાબેન રાઠોડ ને ચુંટણી અધિકારી બિનહરીફ ચુંટાયેલ જાહેર કરશે
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ .