મહેસાણા મેવડ ટોલ ટેક્ષ હાઇવે ઉપર ફોરચ્યુનર કાર વિદેશી દારૂ સાથે ઝડપી પાડી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા ના મેવડ ટોલ ટેક્ષ હાઇવે ઉપર બાતમી ના આધારે શંકાસ્પદ જતી ફોર્ચ્યુનર કાર ને વિદેશી દારૂ ના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડીને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ જીલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી એ પોલીસ મથકે દારૂ જુગાર ને નેસ્ત નાબૂદ તેમજ દારૂનો ખેપો મારતા ઈસમો ઉપર વોચ ગોઠવી ઝડપી પાડવા ની આપવા માં આવેલી સૂચના ને પગલે તેમજ નાયબ પોલીસ અધિક્ષક આર આઈ દેસાઈ ના માર્ગદર્શન પ્રમાણે પોલીસ ઇન્સ વીઆર વાણીયા તેમજ સર્વેલન્સ પોલીસ સ્ટાફ મેવડ ટોલ ટેક્ષ હાઈવે રોડ ઉપર પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતીકે એક ફોર્ચુંનર કાર જેનો ગાડી નમ્બર જીજે1કેએફ 7373 માં મહેસાણા થી અમદાવાદ જતા હાઈવે ટોલ ટેક્ષ પાસે થી પસાર થઈ રહી છે પોલીસે કાર ને રોકવા જતા કાર ચાલકે ગાડીને ભગાડવા જતા કાર ડિવાઈડર સાથે અથડાઈ જેનો ટાયર ફૂટી જતા કાર ચાલક કાર મૂકીને ભાગી ગયો હતો પોલીસે કાર અને કાર મળી આવેલ વિદેશી દારૂનો જથ્થો રૂપિયા બે લાખ બત્રીસ હજાર છસો પિસ્તાલીસ નો દારૂ ઝડપી લઈ ફોર્ચ્યુનર કાર સાથે કુલ રૂપિયા તેર લાખ બત્રીસ હજાર છસો પિસ્તાલીસ રૂપિયા નો માલ જપ્ત કરી કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી
વાત્સલ્યમ્ સમાચાર