GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ની શિક્ષણમંત્રી સાથે બેઠક યોજાઇ

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા તથા આચારસંહિતા હટવાના પ્રથમ દિવસે જ ૦૧-૦૪-૨૦૦૫ પહેલા નિમણૂંક પામેલ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, HTATના બદલીના નિયમો સત્વરે બહાર પાડવા, ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના જુના શિક્ષકની ભરતીના નિયમો સંગઠનની માગણી અનુસાર સત્વરે બહાર પડે તથા વિવિધ સંવર્ગના પડતર પ્રશ્નો અંગે રાજ્યના *શિક્ષણ મંત્રી માનનીય શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબ* ની ચેમ્બરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધના *રાષ્ટ્રીય સચિવ (પ્રાથમિક સંવર્ગ) તથા ગુજરાત પ્રાંત અધ્યક્ષ ભીખાભાઈ પટેલના* નેતૃત્વમાં અઢી કલાક સુધી વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત તથા ચર્ચા-વિચારણા કરવામાં આવી. આ બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધના મહામંત્રી મિતેષભાઈ ભટ્ટ, સંગઠન મંત્રી સરદારસિંહ મછાર, અતિરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલ, પ્રાંત કોષાધ્યક્ષ રમેશભાઈ ચૌધરી, ગ્રાન્ટેડ શાળાઓના આચાર્ય સંવર્ગ મહામંત્રી રૂપેશભાઈ ભાટીયા, એચ.ટાટ સંવર્ગ અધ્યક્ષ નાથુભાઈ ઘોયા, મહામંત્રી હરેશભાઈ રાજ્યગુરુ, પ્રાથમિક સંવર્ગ કોષાધ્યક્ષ ચિરાગભાઈ પટેલ, માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાવલજી, મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર, સંગઠન મંત્રી મહેશભાઈ ભટ્ટ, પ્રાથમિક સંવર્ગ મંત્રી ભારતસિંહ સોલંકી,

*તારીખ ૦૧-૦૪-૨૦૦૫ પહેલા ના શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા અંગે…*

બેઠકની શરૂઆતમાં જ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ જાહેરાત તથા સંગઠન સાથે થયેલ સમાધાન મુજબ તથા મહાપંચાયત બાદ મળેલ બાહેધરી મુજબ તારીખ ૦૧-૦૪-૨૦૦૫ પહેલા નિમણૂંક પામેલ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા ઠરાવ બહાર પાડવા ઉગ્ર માંગ કરવામાં આવી. સરકારશ્રી દ્વારા નવી વર્ધિત પેન્શન યોજનાના જાહેરનામા સુધારો કરવા અંગે વાંધો પણ રજૂ કરવામાં આવ્યો.

શિક્ષણમંત્રીશ્રીએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી યોગ્ય કરવામાં આવશે તેમ જણાવ્યું.

*સરકારી પ્રાથમિક સંવર્ગ*
સંગઠન દ્વારા લેખિતમાં કરવામાં આવેલ માંગ અનુસાર સત્વરે બદલી કેમ્પ યોજવામાં આવે તેવી માંગ કરવામાં આવી. મંત્રીશ્રી દ્વારા આ અંગે સૂચના આપવામાં આવશે.
*જ્ઞાન સહાયક યોજનાની જગ્યાએ કાયમી ભરતી કરવા અંગે.*
સંગઠનની રજૂઆતને ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા આ અંગે ગંભીરતાપૂર્વક વિચારણા થઈ રહી છે. આગામી સમયમાં ધોરણ ૧ થી ૧૨ માં કાયમી ભરતી આવશે. ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં સંગઠન દ્વારા કરવામાં આવેલ સૂચન અંગે માનનીય રાવ સાહેબ સાથે સંગઠન દ્વારા આગામી સપ્તાહમાં ચર્ચા થશે. (ચૂંટણી પ્રક્રિયામાંથી આજે તેઓ પરત થવાના છે.) ભરતી પ્રક્રિયા કોમન પોર્ટલ બનાવી કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે.
*HTAT સંવર્ગ*
ઍચ.ટાટ સંવર્ગના બદલીના નિયમો સત્વરે બહાર પાડવા સૌ પદાધિકારીઓ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી. છેલ્લા બાર વર્ષથી પડતર આ પ્રશ્ન છેલ્લા તબક્કે છે અને શિક્ષણમંત્રીશ્રી આમાં સકારાત્મક હોવા છતાં, તેમાં થતા વિલંબથી સમગ્ર ગુજરાતમાં આક્રોશની લાગણીથી તેઓને વાકેફ કરવામાં આવ્યા. સત્વરે આમાં નિર્ણય નહીં આવે તો સંગઠનની બેઠકમાં થયેલ નિર્ણય મુજબ આંદોલનાત્મક કાર્યક્રમો આપતા પણ સંગઠન અચકાશે નહીં. આ બાબતની જાણ કરવામાં આવી. શિક્ષણમંત્રીશ્રી દ્વારા આ અંગે ચર્ચા કરી યોગ્ય ઉકેલ આવે તેમ કરી ટૂંક સમયમાં સંગઠનને આની જાણ કરવામાં આવશે તેમ જણાવેલ છે.
*ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તથા આચાર્ય સંવર્ગ*
✒️ નમો લક્ષ્મી તથા નમો સરસ્વતી યોજના ગ્રાન્ટેડ શાળાઓ માટે આશીર્વાદ રૂપ છે પરંતુ વેકેશન દરમિયાન માતાના એકાઉન્ટ સાથેની વિગતો અપલોડ કરવા શાળાના આચાર્યશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અંગે શિક્ષકોની લાગણીથી શિક્ષણમંત્રીશ્રીને વાકેફ કરવામાં આવ્યા તથા આમાં આવતી અડચણો પણ જણાવવામાં આવી. આને કારણે તમામ વિદ્યાર્થીઓની વિગતો અપલોડ કરતા સમય જાય તેમ હોઈ આ સમય મર્યાદા વધારવામાં આવે. માનનીય શિક્ષણમંત્રીશ્રી સમય મર્યાદા વધારી કોઈપણ લાભાર્થી રહી ન જાય તેમ જોવા સૂચના આપી છે.

✒️ શિક્ષણ સહાયકો પુરા પગારમાં આવતા તેઓના એન.પી.એસ. ખાતા ખુલ્યા નથી તે અંગે રજૂઆત કરતા મંત્રીશ્રીએ તેને ગંભીરતાથી લઈ જે તે વિભાગમાં સૂચના આપવા જણાવેલ છે. આગામી દિવસોમાં તેનું ફોલોઅપ લઇ દરેક જિલ્લામાં તેના કેમ્પ થાય તેવા સંગઠનના પૂર્ણ પ્રયત્નો રહેશે. આમાં ચોક્કસ સફળતા મળશે.

✒️ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં જુના શિક્ષકની ભરતી ના નિયમો બનાવવાના ફાઈનલ ડ્રાફ્ટ માં સંગઠનના સૂચનોનો સમાવેશ થાય તે અંગે લેખિત રજૂઆત કરવામાં આવી. આ ડ્રાફ્ટ અનુસાર જાહેરનામું સત્વરે બહાર પડે તથા જુના શિક્ષકની ભરતી કાયમી ભરતી પહેલા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.
સંગઠનના સૂચનો અંગે મંત્રીશ્રી સકારાત્મક છે. શાળા બદલવાનો લાભ માતૃશક્તિ સહિત સૌ શિક્ષકોને મળે તે અંગે સંગઠન સક્રિય છે.

✒️ વર્ગ વધારા તથા ઘટાડાને અનુરૂપ સરકાર શ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ ઠરાવ, વર્ગ વધારાને અનુરૂપ મહેકમ… આ અંગે આ અંગે સ્પષ્ટતા ન હોવાથી કમિશનર કચેરી દ્વારા વિડિયો કોન્ફરન્સિંગથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને માર્ગદર્શન આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. આગામી દિવસોમાં પોર્ટલ પર માહિતી તથા વીડિયો કોન્ફરન્સિંગ થશે.

ગ્રાન્ટેડ પ્રાથમિક સંવર્ગ*
ગ્રાન્ટેડ પ્રાથમિક સંવર્ગ ના શિક્ષકોને કાયમી ફાજલનું કાયમી રક્ષણ, ૪૨૦૦ ગ્રેડ ગ્રેડ-પે, આરટીઇ એક્ટ લાગુ કરવો, HTAT મહેકમ મંજૂર કરવું,ઉચ્ચક મૃત્યુ સહાય તથા અન્ય પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી. લોકસભા ચૂંટણી પૂરી થતાં આગામી દિવસોમાં ફોલોઅપ લઈ પ્રશ્નો ઉકેલાય તે અંગે સંગઠન સક્રિય છે.
આ ઉપરાંત સર્વે માતૃશક્તિ,શિક્ષકો તથા કર્મચારીઓને લાગુ પડે છે તેવા માતૃત્વ રજાઓ, મોંઘવારી ભથ્થામાં ૪ % વધારો કરવો, મોંઘવારી ભથ્થું ૫૦% થતા તેને અનુરૂપ ઘરભાડું તથા ગ્રેજ્યુટી કેન્દ્ર સરકારના ધોરણે ૨૦ લાખ થી વધારી ૨૫ લાખચૂકવવા, બી.એલ.ઓ.ના ભથ્થામાં સુધારો કરવો, એલ. ટી. સી. ના બ્લોક અંગે સ્પષ્ટતા કરતો પરિપત્ર બહાર પાડવો, શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક કર્મચારીઓની જન્મ તારીખમાં સુધારા માટેની દરખાસ્ત પુનઃ મંગાવવા બાબત, પ્રથમ સત્રાંત કસોટી તથા દિવાળી વેકેશન વચ્ચેનો સમય ગાળો ઓછો રાખવા, વિવિધ ઈતર પ્રવૃત્તિઓના વર્ષની અગાઉથી જ આયોજન કરી વાર્ષિક કેલેન્ડરમાં તેને સ્થાન આપવા, નિવૃત્ત કર્મચારીઓને કોમ્યુટેડ પેન્શનની વસુલાત બાબતે અપાયેલ રકમથી વધુ વ્યાજ અને વધુ રકમ કપાત થતા તે બાબતે નામદાર હાઇકોર્ટના ચુકાદા મુજબ સુધારો કરવા, એન.પી.એસ. વાળા કર્મચારીઓને નિવૃત્તિ સમયે ૩૦૦ રજા નું રોકડ રૂપાંતરણ આપવા , રાજકોટના અગ્નિકાન્ડ પછી શાળાઓમાં આવવા જવાના પરિવહન નિયમો યોગ્ય પરામર્શ કરી બનાવવા અન્ય પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!