ગુજરાતમાં હવે વાહનો પર ‘એપ્લાય ફોર રજીસ્ટ્રેશન’ જોવા નહિ મળે, આજથી નવા નિયમો લાગુ

0
473
વાત્સલ્યમ્ સમાચાર

ગુજરાતમાં આરટીઓના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, હવેથી ગુજરાતમાં વાહનો પર ‘એપ્લાય ફોર રજીસ્ટ્રેશન’ લખેલી પ્લેટ નહિ જોવા મળે, આજથી એટલે કે 14 સપ્ટેમ્બરથી લાગુ થઇ રહેલા નવા નિયમ મુજબ વાહનની ડિલિવરી ગ્રાહકને કરવામાં આવશે એમાં શોરૂમ સંચાલકે નંબર પ્લેટ લગાવીને જ વાહન આપવાનું રહેશે. આરટીઓના કર્મચારીઓ પરથી ભારણ ઘટાડવા અને વાહન ખરીદનારાઓને પડતી અગવડને ઘટાડવા માટે આ નવો નિયમનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જો આ નિયમનો ઉલ્લંઘન કરવામાં આવશે તો સંચાલક સામે કાર્યવાહીની પણ જોગવાઈ છે.

ઉલ્લેખનીય છે કે અત્યારસુધી રાજ્યમાં વાહનો પર નંબર પ્લેટ લગાવવાની કાર્યાવાહી આરટીઓ દ્વારા કરવામાં આવતી હતી. કોઈ ગ્રાહક વાહન ખરીદે તો શો રૂમ દ્વારા નંબર પ્લેટ વગર વાહનની ડિલિવરી કરવામાં આવતી હતી. શોરૂમ સંચાલકો વાહનનો માટે આરટીઓ ટેક્સ ભરતા હતા અને ઇન્સ્યોરન્સ ઉતારીને ગ્રાહકને વાહન સોંપી દેતા હતા, ત્યારબાદ રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરતા હતા. જેથી વાહનધારકો નંબર પ્લેટની જગ્યાએ ‘એપ્લાય ફોર રજીસ્ટ્રેશન’ લખેલી પ્લેટ વાહન પર લગાવતા હતા, પરંતુ હવે નવા નિયમ મુજબ આવું થઇ શકશે નહિ.

આજથી લાગુ થયેલા નવા નિયમ મુજબ હવે કોઇ ગ્રાહક વાહનની ખરીદી કરે અને ડાઉન પેમેન્ટ ભરે ત્યારથીજ શોરૂમ સંચાલકોએ વાહનની નંબર પ્લેટ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાની રહેશે. ગ્રાહકોને શોરૂમમાંથી વાહનની ડિલિવરી કરતા પહેલા એચએસઆરપી નંબર પ્લેટ લગાવીને જ વાહન આપવું પડશે. કોઇ ગ્રાહક મનપંસદ નંબર જોઇતો હશે તો શોરૂમ સંચાલક એ નંબર પ્લેટ આવ્યા આવ્યા પછી જ નંબર પ્લેટ લગાવીને વાહનની ડિલિવરી કરી શકશે.

જો કોઇપણ શોરૂમ સંચાલકો નંબર પ્લેટ વગરના વાહનની ડિલિવરી કરશે તો આરટીઓ વિભાગ દ્વારા સૌપ્રથમ 30 દિવસ માટે શોરૂમનું ટ્રેડ સર્ટિફિકેટ રદ કરવામાં આવશે. જો શોરૂમ સંચાલક વારંવાર નિયમભંગ કરશે તોવધુ કડક કાર્યવાહી હાથ ધરાશે

download 2023 09 14T205057.493

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here