વેરાવળની એક્સિસ બેન્કમાં ગોલ્ડલોન વિભાગમાં 10 કરોડથી વધુનો એક મહિલા સહિત 3 વ્યક્તિઓએ કૌભાડ આચર્યાની વિગતો સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.જેના પગલે બેન્કમાં 24 કલાક થી બેંકના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જો કે સમગ્ર વિગતો તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે.
આ અંગેની સૂત્રો માંથી મળતી વિગતો મુજબ શહેરના રાજેન્દ્ર ભુવન રોડ સ્થિત એક્સિસ બેંકમાં ગોલ્ડ લોનના નામે 10 કરોડથી વધુની રકમનાં કૌભાંડની વિગતો સામે આવી હતી.જેના પગલે બેન્કના ઉચ્ચ અધિકારીઓ વેરાવળ ખાતે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.આ અંગે વધુ વિગતો એવી મળી હતી કે બેન્કમાં ફરજ બજાવતા એક મહિલા સહિત 3 કર્મચારીઓનું કારસ્તાન હોવાની શંકા સેવાઈ રહી છે.ત્યાર હાલ સમગ્ર કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.પરંતુ હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.જેથી તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર વિગતો સામે આવી શકશે.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાક ગીર સોમનાથ