PSI અને ASI એ સોમનાથ થી કચ્છ માતાજીના મઢ સુધી સાયકલ યાત્રા પૂર્ણ કરી

0
242
વાત્સલ્યમ્ સમાચાર

વાત્સલ્યમ્ સમાચાર

સુત્રાપાડા ગીર સોમનાથ

દાનસીંહ વાજા

ગીર સોમનાથ પોલીસ વિભાગના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.એસ.આઇ અરવિંદસિંહ જાડેજા અને એએસઆઈ નર્વણસિંહ ગોહિલ સોમનાથ થી કચ્છ માતાજીના મઢ સુધી ની સાયકલ યાત્રા પર પ્રસ્થાન કર્યું હતું. વિશ્વ કલ્યાણ નાં ઉદ્દેશ્ય સાથે સોમનાથ દાદાને શીશ નમાવી બંને પોલીસ જવાનો 600 કિમીની સાયકલ યાત્રા ઉપર નીકળ્યા હતા. તેઓ તને મઢ પહોંચી અને આશાપુરા મા ના દર્શન કર્યા હતા.

વાત્સલ્યમ્ સમાચારના પ્રતિનિધિ સાથે ટેલિફોનિક વાતચીતમાં પીએસઆઇ અરવિંદ સિંહ જાડેજા એ રસ્તામાં મળેલ લોકોના પ્રોત્સાહન અને સેવા વિશે બિરદાવલી કરી હતી અને પ્રવાસ દરમિયાન સોમનાથ દાદાની અને મા આશાપુરાની પોતાના ઉપર કૃપા વરસતી હોય એવો આહલાદક અનુભવો વર્ણવ્યા હતા. ખરેખર તમને શ્રદ્ધા હોય તો ઈશ્વર દૂર નથી અને હાલના સમયને જોતા વિશ્વ કલ્યાણ માટે એમણે જે કાર્ય કર્યું તે બદલ વાત્સલ્યમ્ સમાચાર તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેછે.Screenshot 2023 1005 171427

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews