સ્વચ્છતા હી સેવા – ગોંડલના શિવરાજગઢ ગામે વિવિધ જાહેર સ્થળોએ સફાઇ કરવામાં આવી
Rajkot, Gondal: મહાત્મા ગાંધીજીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં રાજ્યભરમાં તમામ વિસ્તારોમાં આ અભિયાન અંતર્ગત થતા આયોજનોને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
રાજકોટ જિલ્લામાં પણ ઠેર ઠેર અનેક આયોજનો દ્વારા વિશેષ સ્વચ્છતા કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામમાં વિવિધ સ્થળોએ સફાઇ પ્રવૃત્તી હાથ ધરવામાં આવી હતી. ગામના ચોક તેમજ અન્ય જાહેર સ્થળોમાં જમા થયેલ કચરો દુર કરીને ગામને સ્વચ્છ બનાવાયું હતું. ઉપરાંત, ગામના આગેવાનોએ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત થયેલી સફાઇને બિરદાવીને શિવરાજગઢ ગામ-સ્વચ્છ અને સુંદર ગામ સાર્થક કરવા આભાર વ્યક્ત કર્યો હતો.