ધ્રાંગધ્રા જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગનું ભવ્ય ઇન્સ્ટોલેશન સમારોહ

તા.20/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના દરેક તાલુકામાં જૈન સમાજ વિવિધ ગ્રુપો દ્વારા જન કલ્યાણકારી અને સેવાકીય પ્રવૃત્તિઓ સતત કરતો રહે છે ધ્રાંગધ્રા શહેરમાં પણ બારેમાસ જૈન સમાજની વિવિધ સંસ્થાઓ માનવતાની શ્વાસ જીવંત રાખે તેવા અનેક સેવાકીય કાર્યો કરી રહી છે આ જ સેવાભાવી પરંપરાને આગળ વધારતા ધ્રાંગધ્રા જૈન જાગૃતિ સેન્ટર (JJC Center) લેડીઝ વિંગ દ્વારા ઇન્સ્ટોલેશન કાર્યક્રમનું ભવ્ય આયોજન The Lords Royal ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં નવા મેમ્બર્સનું આત્મીય સ્વાગત કરી, તેમને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેથી તેઓને સંસ્થાની પ્રવૃત્તિઓમાં વધુ ઉત્સાહથી જોડાવા પ્રેરણા મળે કાર્યક્રમની ખાસ આકર્ષણ રેટ્રો થીમ ડાન્સ અને મ્યુઝિક થીમ ડાન્સ રહી જેમાં ભાગ લેનાર તમામ લેડીઝ મેમ્બર્સને સુંદર ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં કેક કટિંગ, સ્વીટ્સ અને ચટાકેદાર સ્વાદિષ્ટ ભોજન સાથે સમગ્ર માહોલ આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસથી છલકાઈ ગયો હતો વર્ષ દરમિયાન ગ્રુપને સતત ધબકતું અને સક્રિય રાખનાર મૈત્રી ગાંધીનું લેડીઝ વિંગ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જે સૌ માટે ગૌરવની ક્ષણ રહી હતી સમગ્ર કાર્યક્રમ પ્રેમ, એકતા, મોજ-મસ્તી અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ બન્યો અને લેડીઝ વિંગની એકતાને વધુ મજબૂત બનાવતો રહ્યો હતો.




