ગરુડેશ્વર તાલુકાના હરીપુરા ગામે બુકાની ધારી લુંટારા ત્રાટક્યા.આશરે 20,14,500 ની લૂંટ.

0
162
વાત્સલ્યમ્ સમાચાર

એકતા નગર કેવડીયા કોલોની
અનીશ ખાન બલુચી

નર્મદા.
ગરુડેશ્વર તાલુકાના હરીપુરા ગામે બુકાની ધારી લુંટારા ત્રાટક્યા.આશરે 20,14,500 ની લૂંટ.

ગરુડેશ્વર પોલીસના પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્ર સિંહ તખતસિંહ ગોહીલ ની સતર્કતાથી અડધા કલાક માંજ લૂંટારુઓને પકડવામાં સફળતા.

IMG 20231024 WA0010ગઈકાલે રાત્રે ગરુડેશ્વર તાલુકાના હરીપુરા ગામે હાથમાં મારક હથિયારો સાથે છ જેટલા બૂકાની ધારી લૂંટારા અબ્દુલ રઉફ હારુનઅલી મેમણના ઘરે ટ્રાટકીયા જેઓ હરીપુરા ગામે પોતાના રહેણાંક મકાનમાં દુકાન ચલાવે છે ઘરે સુતા હતા ત્યારે અચાનક છ જેટલા બુકાની ધારી દુકાનના રસ્તે ઘરમાં પ્રવેશી ઘરમાં ટેબલ પાસે પડેલ અણીદાર ધારીયું લઈ ગળા પર મુકી ફરીયાદીને જણાવેલ કે , “ ચુપચાપ કુછ ભી બોલે બિના ચુપચાપ લેટે રહના વરના ધારીયા સે તુમ્હારા સર કાટ ડાલેંગે ” તેવી હિન્દી ભાષામાં ધમકી આપી ફરીયાદીશ્રીને પલંગ પર જ સુવડાવી રાખી લોખંડના અણીદાર સળિયો લઈ આવેલ ઈસમે તીક્ષ્ણ અણીદાર હથિયાર ( સળિયા ) વડે ઘરમાં પડેલ તિજોરીનો નકુચો તોડી ચારેય ઈસમોએ તિજોરીમાં મુકેલ રોકડ રકમ રૂ .૭,૦૦,૦૦૦ / – તથા સોના ચાંદીના દાગીના જેમાં ( ૧ ) ગળામાં પહેરવાની સોનાની ચેન -૦૨ જે બન્ને થઈ ત્રણ તોલાની આશરે કિ.રૂ .૧,૮૦,૦૦૦ / – ની ( ર ) ગળાની ચેનનું સોનાનું પેડલ -૦૧ જે એક તોલાનું આશરે કિ.રૂ. ૬૦,૦૦૦ / – ( 3 ) હાથમાં પહેરવાના બે પાટલા ( બંગડીઓ ) જે સાત તોલાના આશરે કિ.રૂ .૪,૨૦,૦૦૦ / – ( ૪ ) કાનમાં પહેરવાની સોનાની રિંગ -૦૨ જે બન્ને થઈ એક તોલાની આશરે કિ.રૂ .૬૦,૦૦૦ / – ( ૫ ) હાથમાં પહેરવાની સોનાની વિંટી નંગ -૦૪ જે બે તોલાની આશરે કિ.રૂ .૧,૨૦,૦૦૦ / – ( ૬ ) સોનાની કાનમાં પહેરવાની સાદી બુટ્ટી ૨ જોડી જે અડધા તોલાની જેની આશરે કિ.રૂ .૩૦,૦૦૦ / – ( ૭ ) સોનાના બિસ્કીટ જેમાં બે બિસ્કીટ ૧૦ ગ્રામના તથા એક બિસ્કીટ ૨૦ ગ્રામનું મળી કુલ -૪૦ ગ્રામ જે આશરે કિ.રૂ .૨,૪૦,૦૦૦ / ( ૮ ) ચાંદીના પગમાં પહેરવાના સાંકળા જોડ -૦૧ જે આશરે ૨૦૦ ગ્રામના જેની આશરે કિ.રૂ. ૮,૦૦૦ / – ( ૯ ) ચાંદીની પગની આંગળીઓમાં પહેરવાની વિંટી નંગ -૦૨ જે આશરે કિ.રૂ .૧૦૦૦ / – ની તથા ( ૧૦ ) ચાંદીના સિક્કા આશરે ત્રણેક કિલો જે અંદાજીત રૂ .૧,૨૦,૦૦૦ / – તથા અભરાઈ પર મુકેલ પાણીના જગમાં મુકેલ રોકડ રકમ રૂ .૭૦,૦૦૦ / તથા ફરી.ની દુકાનમાં ટેબલના ખાનામાં મુકેલ રોકડ રૂ .૫,૦૦૦ / – તથા સ્પ્લેન્ડર મો.સા ની આર.સી.બુક તથા બીજા ડોક્યુમેન્ટસ તથા મોબાઈલ ફોન નંગ -૦૧ કિ.રૂ .૫૦૦ / – મળી કુલ રોકડ રકમ રૂ .૭,૭૫,૫૦૦ / – તથા સોના ચાંદીના દાગીના જેની હાલની બજાર કિ.આ.રૂ .૧૨,૩૯,૦૦૦ / – મળી કુલ કિ.રૂ .૨૦,૧૪,૫૦૦ / – ( વીસ લાખ ચૌદ હજાર પાંચસો પુરા )ની લૂંટ ચલાવી જંગલમાં ભાગી ગયા. લૂંટારૂઓના ગયા બાદ રઉફ ભાઈએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા અને એમની પાસે ગરુડેશ્વર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ તખતસિંહ ગોહિલ નો મોબાઇલ નંબર હતો તે ડાયલ કરતા કોન્સ્ટેબલ નરેન્દ્ર સિંહ ગોહિલ સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ગણતરીના કલાકોમાં જ ત્રણ લૂંટારાઓને પકડવામાં ગલડેશ્વર પોલીસને કામયાબી મળી.IMG 20231024 WA0008

નર્મદા જિલ્લા ગરુડેશ્વર પોલીસ સ્ટેશન
પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ તખતસિંહ ગોહિલ અને પોલીસ સ્ટાફની પ્રશંસનીય કામગીરી.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews