વાત્સલ્યમ્ સમાચાર
14 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના કમલ વિદ્યામંદિર ભૂતેડી ખાતે ૧૪ સપ્ટેમ્બર ને રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અંગે આચાર્ય શ્રી એમ.એમ.પટેલ ના માર્ગદર્શન હેઠળ પ્રવૃતિ કન્વીનર ભીખુભાઈ પટેલે આ કાર્યક્રમ ની માહિતી આપી હતી અને ત્યારબાદ ધોરણ ૯ ની નાઈ હેતલ તથા ગૌસ્વામી આશા એ તથા ધો.૧૦ ની ચૌધરી સંધ્યા અને ધો.૧૧ ની ચૌધરી અલકા તથા ચૌધરી નિતલે હિન્દી દિવસ અંગે તમામે સુંદર વક્તવ્યો આપ્યાં હતાં. આચાર્ય શ્રી માવજીભાઈ પટેલે આ વિષય ઉપર સુંદર વિચારો રજૂ કર્યા હતા. છેલ્લે આભાર વિધિ અને હિન્દી દિવસ વિષય ની બાબત ને સમજાવી સુભાષભાઈ વ્યાસે આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રોગ્રામ માં સમગ્ર સ્ટાફ મિત્રોએ સહકાર આપ્યો હતો.ભાગ લેનાર તમામ ને શાળાવતી ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.