વલસાડ જિલ્લામાંથી પસાર થતા હાઇવે પર ખાડાઓને લીધે કોઈ મુસાફરનો જીવ ગયો તો કોન્ટ્રેક્ટર સામે માનવવધનો ગુંનો નોંધાશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે વલસાડ કલેક્ટરે એક મોટો નિર્ણય લેતાં કહ્યું છે કે હવેથી જો ખાડાને કારણે કોઈ મુસાફર જીવ ગુમાવશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો કેસ નોંધાશે.
પ્રાપ્ત માહિતી મુજબ વલસાડ જિલ્લા માંથી પસાર થતા નેશનલ હાઇવે નં. ૪૮ ઉપર પડેલ ખાડા ને કારણે થતા અકસ્માતો તથા મુસાફરો ને પડતી હાલાકી માટે રોડ મરામત કરવા માટે જવાબદાર કોન્ટ્રાકટર જો રોડ યોગ્ય રીતે સમયમર્યાદા મા રીપેર નહિ કરે તો અને તેને કારણે અકસ્માત થી માનવ મૃત્યુ થશે તો ભારતીય ન્યાય સંહિતા ની કલમ – ૧૦૬ મુજબ ગુનાહિત બેદરકારી ના કારણે માનવ મૃત્યુ ની ફરીયાદ અને જાહેર જનતા ને મુસાફરી માં અડચણ બદલ ભારતીય ન્યાય સંહિતા ની કલમ -૨૨૩ મુજબ ફરીયાદ દાખલ કરવા પોલીસ ને અધિકૃત કરતો હુકમ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ની કલમ-૧૬૩ થી મળેલ સત્તા ની રૂઈએ જાહેનામું બહાર પાડ્યું છે.




