સાણંદમાં ચાઈનીઝ દોરીનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો: ૨૧ રીલ નગ રૂ.૪,૨૦૦/- નો મુદ્દામાલ સાથે એક ઈસમ ને ઝડપી લેવાયો
મકરસંક્રાંતિ પૂર્વે સાણંદમાં ચાઈનીઝ દોરી સાથે એક ઇસમ ઝડપાયો

આગામી મકરસંક્રાંતિ (ઉતરાયણ) તહેવારમાં ચાઈનીઝ દોરીથી થતી ગંભીર ઇજાઓ અને અકસ્માતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે જાહેરનામું ક્રમાંક નં. ડી.સી./એમ.એ.જી./મકરસંક્રાતી/એસ.આર. 200/2025 તા. 13/11/2025 મુજબ ચાઈનીઝ દોરી તથા તુક્કલના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.આ સુચનાઓના અનુસંધાનમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રીમતી નિલમ ગોસ્વામી, સાણંદ વિભાગ, દ્વારા વિશેષ વોચ રાખવાના આદેશ બાદ સાણંદ પોલીસ ઇન્સ્પેક્ટર એચ જી રાઠોડ ના માર્ગદર્શન હેઠળ સ્ટાફે કામગીરી વધુ ગતિમાન બનાવી હતી.



