GUJARATJUNAGADHKESHOD

કેશોદના અજાબ ગામે પત્ની સાસરીયા ના ત્રાસથી યુવાને ઝેરી દવા પીધી…

કેશોદના અજાબ ગામે પત્ની સાસરીયા ના ત્રાસથી યુવાને ઝેરી દવા પીધી...

કેશોદના અજાબ ગામે રહેતાં અને ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા માલદેભાઈ ભુતીયા ના પુત્ર અર્જુન ના જ્ઞાતિના રીતરીવાજો મુજબ ભાવીશાબેન રાણાભાઈ ગરેજા સાથે લગ્ન કર્યા હતાં. લગ્નજીવનમાં વૈચારિક મતભેદ થતાં કોર્ટ કેસ થયાં હતાં ત્યારે પરિવારના વડીલો જ્ઞાતિના આગેવાનો ની મધ્યસ્થી થી સમાધાન કરી ભાવીશાબેન માવતરે થી પરત અર્જુનભાઈ ભુતીયા ના ઘરે આવી ગયા હતાં થોડા મહિના સુખી સંસાર ચાલ્યાં બાદ અચાનક એક દિવસ ભાવીશાબેન ના ભાઈ જગદીશભાઈ ગરેજા પોતાની બહેન ને તેડી ગયાં હતાં.આગેવાનો દ્વારા સમાધાન કરાવવા પ્રયત્ન કરતાં નિષ્ફળ ગયા હતા અને અર્જુનભાઈ માલદેભાઈ ભુતીયા ને રોકડા રૂપિયા વીસ લાખ આપવા ધાકધમકી આપવા ઉપરાંત માનસિક ત્રાસ આપતાં હતાં જેનાથી લાગી આવતાં અર્જુનભાઈ માલદેભાઈ ભુતીયા એ ઝેરી દવા પી લેતાં કેશોદ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યા છે. અર્જુનભાઈ માલદેભાઈ ભુતીયા એ લખેલી સ્યુસાઇડ નોટમાં પત્ની સહિત સાસરિયાઓ ના ત્રાસથી કંટાળી પગલું ભર્યું હોવાનું લખ્યું છે હાલમાં અર્જુનભાઈ માલદેભાઈ ભુતીયા ગંભીર રીતે જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યાં છે. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

બ્યુરો રીપોર્ટ – જુનાગઢ

Back to top button
error: Content is protected !!