જૂનાગઢમાં વોકળા ઉપરના બાંધકામો સાત દિવસમાં દુર નહીં થાય તો થશે ધરણાં પ્રદર્શન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : શહેરના જાગૃત નાગરિક ભરતભાઈ મારવાડી દ્વારા છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વોકળા ઉપર ગેરકાયદેસર રીતે થયેલ બાંધકામોને તોડીપાડવા અને વોકળો ખુલ્લો કરવા તેમજ જવાબદાર સામે પગલાં લેવા જૂનાગઢ મહાનગર પાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યું.
આ અંગે ભરતભાઈ મારવાડીએ જણાવ્યું હતું કે મનપાના ભ્રષ્ટ અધિકારીઓ, પદાધીકારીઓ તેમજ બાહુબલી બિલ્ડરોની મિલીભગતથી વોકળાઓ ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામો અંગે મનપા કમિશનરને અનેકવાર તપાસ કરવા અને વોકળા ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા રજુઆત કરેલ છે.
તેમજ ભરતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જ્યાં ગેરકાયદેસર બાંધકામો થયેલ છે, જેમાં હરીઓમ નગર, યમુનાનગર કે જેમાં અનેક ઇમારતો વોકળા ઉપર થયેલનું નરી આંખે જોઈ શકાઈ તેમ છે, છતાં મનપાના લાગુ પડતાં વિભાગને વોકળા ઉપરના આ બાંધકામ કેમ દેખાતા નથી.? ક્યાં વોર્ડ ઇજનરે દ્વારા આ તમામ તપાસ કરાવવામાં આવેલ હશે.? અનેક રજૂઆત હોવા છતાં શા માટે મુખ્ય ઇજનરે તપાસને મહત્વ આપેલ નથી.? શું વોકળા ઉપર થયેલ બાંધકામ તોડી પાડવા મહાનગરપાલિકાના અધિકારીઓ સક્ષમ નથી.? કે પછી આર્થીક લાભ માટે ગેરકાયદેસર મંજૂરી આપવામાં આવેલ છે.? જેવા અનેક સવાલો સાથે ભરતભાઈએ મનપા કમિશનરની ઝાટકણી કાઢી હતી.
તેમજ મનપા દ્વારા જનરલ બોર્ડમાં કહેવામાં આવ્યું હતું કે ૯૯ ગેરકાયદેસર બાંધકામોને નોટિસ આપવામાં આવી છે, જેની નકલો પણ ભરતભાઈ દ્વારા માંગવામાં આવી છે, અને ચીમકી ઉચારી હતી કે ઉપરોકત બાબતે દિવસ-૭ માં કાર્યવાહી કરવામાં નહી આવે કાળવા ચોક, ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે ધરણાં પ્રદર્શન કરવા આવશે.
જૂનાગઢમાં વોકળા ઉપરના બાંધકામો સાત દિવસમાં દુર નહીં થાય તો થશે ધરણાં પ્રદર્શન
વાત્સલ્યમ્ સમાચાર