
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના પગલે જિલ્લામાં ઠેરઠેર માર્ગો અસરગ્રસ્ત બની જવા પામ્યા હતા, વાંસદા તાલુકાના કાવડેજ, ઘોડમાળ, બેડમાળ રોડ (મુખ્ય જીલ્લા માર્ગ) ગત દિવસોમાં પડેલા અવિરત અનરાધાર વરસાદ અને પુરના કારણે રસ્તાની એક બાજુ ધોવાણ થવાથી રસ્તો વાહન વ્યવહાર માટે જોખમી થઇ ગયો હતો. વરસાદ ધીમો પડતા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા યુધ્ધનાં ધોરણે અસરગ્રસ્ત માર્ગોની મરામતની કામગીરી હાથ ધરી વાહન વ્યવહાર માટે સુગમ અને સરળ બનાવી દેતા વાહનચાલકો રાહત અનુભવી રહ્યા છે.





