AHAVADANGGUJARAT

વઘઇનાં શિવારીમાળ ગામે અંબિકા નદીનાં ધસમસતા પુરમાં 10 પશુઓ તણાતા અરેરાટી વ્યાપી જવા પામી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં સાપુતારા પંથકમાં છેલ્લા 24 કલાક દરમ્યાન પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સાપુતારાથી ઉદગમ પામતી અંબિકા નદી હાલમાં રોદ્ર સ્વરૂપ ધારણ કરી ગાંડીતુર બની છે.તેવામાં વઘઇ તાલુકા પંચાયતનાં તાલુકા પંચાયતનાં માજી ઉપપ્રમુખ અને શિવારીમાળ ગામનાં આગેવાન બળવંતભાઈ દેશમુખનાં જણાવ્યા અનુસાર આજરોજ વઘઇ તાલુકાનાં શિવારીમાળ ગામનાં પશુપાલકો તેઓનાં પશુઓને ચરાણ માટે અંબિકા નદીને પાર જંગલમાં લઈ ગયા હતા.જે પશુઓનું ચરાણ થયા બાદ પરત ગામમાં આવી રહ્યા હતા તે વેળાએ આ પશુઓ અંબિકા નદીને પાર કરવા જતા 10 જેટલા પશુઓ અંબિકા નદીનાં ઘોડાપુર પ્રવાહમાં તણાઈ જવા પામ્યા છે.ડાંગ જિલ્લાનાં શિવારીમાળ ગામનાં એકી સાથે દસ જેટલા પશુઓ તણાઈ જતા પશુપાલકોમાં દોડધામ મચી જવા પામી છે..

Back to top button
error: Content is protected !!