રાજકોટમાં જિલ્લા કક્ષાનો “આયુષ્માન ભવ:” સેવા પખવાડિયાનો ઉદઘાટન સમારોહ યોજાયો

0
23
વાત્સલ્યમ્ સમાચાર

તા.૧૪/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

“આયુષ્માન ભવ:” અભિયાન હેઠળ તા.૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના “આયુષ્માન ભવ” રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ થયું

આરોગ્ય સેવાઓ જન જન સુધી પહોંચાડવા ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા “આયુષ્માન ભવ” નામક રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવાયો હતો. આ “આયુષ્માન ભવ:” અભિયાન હેઠળ દેશભરમાં તા.૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર દરમિયાન સેવા પખવાડિયામાં ‘આયુષ્માન આપ કે દ્વાર’, ‘આયુષ્માન આરોગ્ય મેળો’ અને ‘આયુષ્માન સભા’ ના કાર્યક્રમો યોજાશે

IMG 20230914 WA0026 1

આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમની શૃંખલા અન્વયે રાજકોટ જિલ્લાનો આ કાર્યક્રમ રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં આવેલ સરકારી નર્સિંગ કોલેજ ખાતે સાંસદશ્રી રામ ભાઈ મોકરિયા અને શ્રી મોહનભાઈ કુંડારીયા તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર, પી.ડી.યુ. હોસ્પિટલ અને જિલ્લા પંચાયત દ્વારા સંયુકતપણે આયોજિત આ કાર્યક્રમમાં સાંસદશ્રી રામભાઈ મોકરિયાએ કહ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી આ આરોગ્યલક્ષી યોજનાનો લાભ વધુને વધુ લોકો લઈ શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. લોકો તંદુરસ્ત રહે, બીમારીમાં આરોગ્ય કવચ મળી રહે, બીમારીમાં દર્દીનો ખર્ચ બચે એ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પી.એમ.જે.એ.વાય.(પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના) અમલી બનાવી છે. વડાપ્રધાનશ્રી દ્વારા દરેક નાગરિકને વીમા અને સરકારી સહાય મળે તે માટેના પ્રયત્નો કરાઇ રહયા છે.

IMG 20230914 WA0025

સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાએ આ પ્રસંગે કહ્યું હતું કે, બીમારીમાં લોકો ઉછીના રૂપિયા લઈને અથવા પોતાની બચત-મૂડી તોડીને બીમારીનો ઉપચાર કરાવતા હતા, ત્યારે આયુષ્માન કાર્ડથી વડાપ્રધાનશ્રીએ દેશના લોકોની આરોગ્ય માટેની ચિંતા કરી દરેક જરૂરિયાતમંદ પરિવારને આરોગ્ય કવચ આપવાનું અભિયાન ઉપાડ્યું છે. ખાનગી દવાખાનામાં પણ દર્દીઓ આયુષ્માન કાર્ડ મારફતે ઉચ્ચ સારવાર વિના મૂલ્યે લઇ શકે છે.

આ કાર્યક્રમનો મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટયથી શુભારંભ થયા બાદ પી.ડી.યુ. હોસ્પિટલના અધિક્ષક ડો. આર એસ ત્રિવેદીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

IMG 20230914 WA0027 2

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ રાઠોડ, જિલ્લા ક્ષય અધિકારીશ્ર ડો. ઘનશ્યામ મહેતા, ડો. પી.કે.સિંઘ, નર્સીંગ કોલેજના આચાર્યશ્રી અરુણાબેન, મેડિકલ કોલેજના ડિનશ્રી ભારતી પટેલ, પી.એમ.જે.એ.વાય.ના નોડલ ઓફિસર ડો. ચાવડા, પી.ડી.યુ. મેડિકલ કોલેજનો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here