JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર ખાતે ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર ખાતે ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં જામનગર અને દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં ગત વર્ષ– ૨૦૨૩ દરમિયાન થયેલ કામગીરી તથા ચાલુ વર્ષ-૨૦૨૪ દરમિયાન કરવાની થતી કૃષિલક્ષી કામગીરીની સમીક્ષા તેમજ પરામર્શ કરવામાં આવ્યો હતા. ત્યાર બાદ વૈજ્ઞાનિકો દ્વારા અલગ-અલગ વિષય પર કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, જૈવિક ખેતી, ખેતી પર વાતાવરણની અસરો તેમજ ખેતીમાં આધુનિકરણ અને ખેતી ખર્ચમાં ઘટાડો તેમજ પ્રાકૃતિક ખેતી વગેરે જેવાં મુદ્દાઓ પર ભાર આપવામાં આવ્યો હતો.

આ બેઠક દરમ્યાન પ્રગતિશીલ ખેડૂતશ્રી વિશાલ જેસડીયાને “મિલિયોનેર ફાર્મર ઓફ ધ ઇન્ડિયા”; શ્રી બલદેવ ખાત્રાણીને “સરદાર પટેલ સંશોધન પુરષ્કાર” તેમજ શ્રી કિશોરભાઈ પેઢડીયાને “રાજ્ય કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ” તેમજ શ્રી પાયલબેન કંટારીયાને સાલ અને પ્રમાણ પત્ર આપીને સન્માન કરવામાં આવેલ હતું. ઉપરાંત કુલપતિશ્રી ડો. વિ. પી. ચોવટિયાએ બદલતા વાતવરણમાં આવનાર ખેતી વિષયક પ્રશ્નોને પહોંચી વળવા વૈજ્ઞાનિકો અને ખેડૂતોને ટકોર કરી હતી. ખેતીમાં આવતી રોગ જીવાતોની સમસ્યાનો હલ કરવા નવીનતમ ટેકનોલોજી વાપરવાની ભલામણ કરી હતી. તેમજ ખેડૂતો માટે ઉમદા કામગીરી કરવા બદલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગરના સ્ટાફને બિરદાવવામાં આવ્યા હતા.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. વિ. પી. ચોવટિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં વડા ડૉ. કે. પી. બારૈયા, ડૉ. એન. બી. જાદવ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, જૂનાગઢ કૃષિ યુનિ.ના સહ સંશોધન નિયામકશ્રી, સંશોધન વૈજ્ઞાનિક ડો. ડી. એસ. હીરપરા , જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ પશુપાલન નિયામકશ્રી, લાઈન ડિપાર્ટમેન્ટના સભ્યો તેમજ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

[wptube id="1252022"]
Back to top button