વાત્સલ્યમ્ સમાચાર
20 જાન્યુઆરી 2023
હર્ષલ ખંધેડિયા :- જામનગર
વાત્સલ્ય સમાચાર
જામનગર ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્ધારા કાલાવડ તાલુકા ના નવાગામ ની શ્રી બાલકૃષ્ણ વિધાલય માં રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંધ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા તેમજ વક્તવ્ય સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ..
આ સ્પર્ધા માં બહોળી સંખ્યા માં વિધાર્થીઓ ભાગ લીધો હતો..સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અંતે આરોગ્ય અધિકારી નરેન્દ્રભાઈ બેડવા એ તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપી કુટુબના સભ્યોને તમાકુના દુષણથી મુકત કરવા અપીલ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય પરેશભાઈ પાગડા તેમજ , આરોગ્ય કર્મચારી વનરાજભાઈ વાલવા , દમુબેન રાઠોડ સહિત ના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.