જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન
સ્વામી ચતુર્ભુજજી કોઠારીજી -મુરબ્બી ભરતભાઇ મોદી-રવિરાજસિંહ જાડેજા-ભરતભાઇ ડાંગરીયા સહિતની આગેવાનીમા સૌ સંયોજકો-સહ સંયોજકો -સભ્યો-સમર્થકોની બહોળી ઉપસ્થિતિ
જામનગર ( નયના દવે)
જામનગરમાં નવરાત્રી અને વિજયા દશમીના પર્વ દરમ્યાન શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતુ. જામનગરમાં ભોયવાળા વિસ્તારમાં આવેલ અંબિકા ગરબી મંડળમાં નવરાત્રી દરમ્યાન અને વિજયા દશમીના અવસરે પવનચક્કી વિસ્તારમાં આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની અને માતૃ શક્તિ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં સ્વામિ નારાયણ મંદિર બેડી ગેઇટના કોઠારી પૂ.ચતુર્ભુજ સ્વામીજી, વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ મોદી, બજરંગ દળના પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા, વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરીયા, વિભાગ સહમંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલ્લે, મંત્રી હેમંતસિંહ જાડેજા, સહમંત્રી સુરેશભાઇ ગોંડલિયા, જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, માતૃ શક્તિ વિભાગના પ્રાંત સહ સંયોજીકા હિનાબેન અગ્રાવત, પ્રફુલ્લાબેન અગ્રાવત, સ્વરૂપબા જાડેજા,ભાવનાબેન ગઢવી, વર્ષાબેન નંદા, રેખાબેન નાનાણી, બજરંગદળ સહ સંયોજક ભૈરવભાઇ ચાંદ્રા, ધ્રુમિલ લંબાટે, જીલ બારાઈ સહિતના અગ્રણી હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી અસત્ય પર સત્યના વિજયના વધામણા કરી શસ્ત્ર પૂજન કર્યું હતું.
@____________________
BGBhogayata
gov.accre.Journalist
jmr
8758659878