થરાદમાં જીગ્નેશ મેવાણીની જંગી સભા: વ્યસનમુક્તિ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગર્જના

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
સાચોર હાઇવે પર નાયરા કંપની નજીક ડૉ. બાબા સાહેબ આંબેડકર નિર્માણ દિવસ નિમિત્તે આજે જીગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ ભવ્ય જંગી સભાનું આયોજન થયું હતું.
હજારો કાર્યકરોની હાજરી સાથે થરાદ ચાર રસ્તાથી રેફરલ ત્રણ રસ્તા સુધી બાઈક રેલી યોજાઈ અને ડૉ. બાબાસાહેબના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સભા સ્થળે પહોંચી હતી.
સભામાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, વાવ-થરાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાઈ, વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ અનેક આગેવાનોની હાજરી રહી હતી.
*ગુલાબસિંહ રાજપૂતે ભરી સભામાં કરી ગર્જના હર્ષ સંઘવી અને પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર કર્યા પ્રહારો*
*થરાદનો પોલીસ સ્ટેશન ત્રણ વર્ષ માટે ભાડે આપેલું હતું*
ગુલાબસિંહ રાજપૂતે વ્યસનમુક્તિનો સંદેશ આપતાં જણાવ્યું હતું કે—
“થરાદમાં વર્ષો સુધી પોલીસ સ્ટેશન ભાડે ચાલતું હતું, ત્યારે અહીં ચાલતા દારૂ–ડ્રગ્સના ધંધાની તમામ ખબર જમાવટ કરનારા અધિકારીઓને પણ હતી. હવે મેવાણી સાહેબના અભિયાન બાદ ૮૦% સુધી આવો ગેરકાયદે વેપાર બંધ થયો છે. યુવાનોનું ભવિષ્ય બચાવવા દારૂ–ડ્રગ્સનો પૂર્ણ બંદોબસ્ત કરવો પડશે.”
*જીગ્નેશ મેવાણી એ ગૃહ મંત્રી ઉપર શાધ્યા નિશાન*
જીગ્નેશ મેવાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર નિશાન સાધતાં આક્ષેપ કર્યો કે
“મિસ્ટર સંઘવી, મારી સામે નહીં તો મારા ડ્રાઈવર સામે ડિબેટમાં બેસી બતાવો. ખાલી ખુરશીઓ જીતવાને બદલે લોકોના દિલ જીતી બતાવો. તમારા શહેર સુરતથી માંડી થરાદ સુધી દારૂ અને ડ્રગ્સના ધંધા તમારા જ શાસનમાં ફૂલી-ફાલી રહ્યા છે.”
થરાદ પોલીસ સ્ટેશનના એક પીએસઆઇ ડ્રગ્સ ના રવાડે ચડ્યા છે તેવું મેવાણીએ જણાવ્યું હતું. જો આવા અધિકારીઓ રવાડે ચડતા હોય તો પબ્લિક શું કામ આવા રવાડે ના ચડે
*શિવનગર, ના ઈન્દ્રા બેન વાલડીયા નો બેનોને પડકાર*
સભામાં શિવનગરની મહિલા ઈન્દ્રાબેન વાલડીયાએ વ્યસનની વિકરાળ પરિસ્થિતિએ પોતાનું ઘર તૂટ્યું હોવાનું વ્યક્ત કરતાં જણાવ્યું
“દુકાનોમાં નહીં, હવે મેડિકલમાં પણ નશીલા ઈન્જેક્શન, સીરપ અને ગોળીઓ મળી રહી છે. કેટલાય પરિવારો બરબાદ થઈ રહ્યા છે. તમામ બહેનો એક થઈ આવી દવાઓ એકઠી કરી અધિકારીઓને બતાવીએ આ છે નશાનો સાચો ચહેરો!”




