જુનાગઢ તાલુકાના વિજાપુર ખાતે કાર્યરત દિવ્યાંગ બાળકોની સંસ્થા સાંપ્રત તેમજ વિવિધ દિવ્યાંગ સંસ્થાઓમાં ૨૦૦ દિવ્યાંગો માટે ટ્રાઈસિકલ તેમજ જરૂરિયાત મંદો માટે પગ, ચશ્મા સહિતની જરૂરિયાત મુજબની કીટનું કરાશે વિતરણ,જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ કિરીટ પટેલ દ્વારા પ્રદેશ ભાજપની સુચના મુજબ જુનાગઢ જિલ્લાના ૧૬- મંડળોમાં આગામી ૧૭- સપ્ટેમ્બરને રવિવાર ના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરાયું છે જિલ્લા અધ્યક્ષ શ્રી કિરીટ પટેલ ના જણાવ્યા મુજબ જિલ્લામાં આવતા ૧૬ – મંડળો પૈકી ચોરવાડ શહેર ખાતે રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવજીને અભિષેક સાથે પૂજન અર્ચન કરી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ તેમજ પોસ્ટિક આહારનું વિતરણ કરાશે તો માળિયા તાલુકા ખાતે વર્ણીક સમાજ વાડી હોલમાં રક્તદાન એ મહાદાન ના સંકલ્પ સાથે મહારક્તદાન શિબિર તેમજ આંખને લગતા રોગોની તપાસનું આયોજન કરાયું છે એ સાથે માંગરોળ ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે પણ બ્લડ ડોનેશન કેમ તેમજ ગૌશાળામાં રહેલી ગાયોને લાડુ તેમજ નીરણ આપવામાં આવશે તો બીજી તરફ માંગરોળ તાલુકા દ્વારા માંગરોળ ગૌશાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે ત્યારે કેશોદ શહેર તેમજ તાલુકા દ્વારા સફાઈ અભિયાન ગરીબ દર્દીઓને ફ્રુટ વિતરણ સર્વરોગ નિદાન કેમ્પ સહિતના અનેકવિધ કાર્યક્રમો નું આયોજન છે તો બાટવા શહેરમાં ખાતે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પૌષ્ટિક આહારનું વિતરણ અને માણાવદર શહેર વંથલી શહેર અને તાલુકા ખાતે જરૂરિયાતમંદોને ફળફળાદી અને નાસ્તાનું આયોજન કરાયું છે ભેસાણ તાલુકા ખાતે હાલ ગ્લોબલ વોર્મિંગને કારણે થઈ રહેલા વાતાવરણમાં ફેરફારોને ધ્યાને રાખીને વૃક્ષારોપણના કાર્યક્રમોના આયોજન સાથે સિવિલ હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરવામાં આવશે જ્યારે વિસાવદર શહેર અને તાલુકામાં જરૂરિયાત મંદ વિસ્તારો તેમજ સરકારી હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ સાથે નરેન્દ્રભાઈ મોદીજીનાં સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતની નેમ ને લઈને સફાઈ અભિયાન પણ કરાશે અને મેંદરડા તાલુકામાં આવેલ સમઢીયાળા ગામ ખાતે યોગ ભગાડે રોગ ના સંકલ્પ સાથે મહિલાઓ માટે મહા યોગ શિબિર તેમજ નાના મધ્યમ પરિવારો માટે ફ્રુટ તેમજ અનાજ ની કીટનું વિતરણ કરવામાં આવશે આમ જુનાગઢ જિલ્લામાં આવતા ૧૬- મંડળો અને વિવિધ દિવ્યાંગ સંસ્થાઓમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરીને દેશના પુનોતા પુત્ર અને લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા સાંસદ શ્રી,ધારાસભ્યશ્રીઓ,જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ,તેમજ જૂનાગઢ જિલ્લા સંગઠનના આગેવાનો હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ