JUNAGADHJUNAGADH CITY / TALUKO

સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ઉદ્યમિતા પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો    

સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ઉદ્યમિતા પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો    
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા કૃષિ યુનિવર્સિટી જુનાગઢના સંયુક્ત ઉપક્રમે સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ઉદ્યમિતા પ્રોત્સાહન કાર્યક્રમ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં આચાર્યઓ, એન.એસ.સેસ. પ્રોગ્રામ ઓફિસર્સ, એસ.એસ.આઈ.પી. કોઓર્ડિનેટર્સ, પ્લેસમેન્ટ ઓફિસર્સ, જૂનાગઢના અગ્રણી ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ, એનએસએસ સ્વયંસેવકો દિવસ દરમિયાન ત્રણ સેશનમાં હાજર રહ્યા હતાં.
કાર્યક્રમના મુખ્ય વક્તા આર.એસ.એસ.ના પ્રચારક અને સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સંગઠક કશ્મીરીલાલજીએ યુવાધનને શીખ આપતા જણાવ્યું હતું કે આજના સમયમાં ‘જોબ સીકર નહીં પરંતુ જોબ પ્રવાઈડર બનો’ અને ઘણા લોકોને રોજગારી આપીને રાષ્ટ્રસેવા સાથે નામ રોશન કરો. સાથે સાથે તેઓએ સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ, પ્રાકૃતિક ખેતીનું મહત્વ, સફળ ઉદ્યમી સાથે સારા માનવી બનવું, નંબર પાછળ ન દોડતા મહેનત કરો તો સફળતા મળે જ, ભારતની રોજગારી આપવાની વિશાળ ક્ષમતા, ઇનોવેશન કરતા જ રહેવું, કદી આત્મહત્યાનો વિચાર ન કરવો, આઉટ ઓફ બોક્ષ – કંઇક અલગ વિચારવું વિગેરે બાબતે પણ મનનીય-વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું.
કચ્છ-ગુજરાતના ગૌરવવંતા ગૃહઉદ્યોગકાર, કૌન બનેગા કરોડપતિમાં કર્મવીર તરીકે ઓળખ પ્રાપ્ત કરનાર તથા સાર્ક ટેન્કમાં પણ પણ પ્રેરણાત્મક કાર્ય કરનાર શ્રીમતિ પાબીબેન રબારીએ સમાજલક્ષી-વિદ્યાર્થીલક્ષી-પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ પોતાની સંઘર્ષગાથા અને હાલની સફળતા વર્ણવીને હાજર રહેલ સૌ કોઈને ઉપયોગી પ્રોત્સાહન સહકારથી ભરતગૂંથણ સાથેની કલાત્મક વસ્તુઓ બનાવનાર પાબીબેન રબારી હાલમાં ૩૫૦ જેટલા બહેનોને રોજગારી આપે છે અને કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. તેઓએ કહ્યું હતું કે આપણી અંદર રહેલા હુન્નર/આવડતને ઓળખીને હજ્જારો લોકોને નોકરી આપી શકાય છે. પાબીબેને એકેય કામને નાનું ન ગણવાનું કહીને જણાવ્યું હતું કે ઊંચા વિચારો અને શોખ મધ્યમ રાખીએ તો કદી પાછા ન પડીએ. આપણા જીવનને ‘ઝીરો’ માંથી ‘હીરો’ બનાવવું જોઈએ.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડૉ.)ચેતનભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે જો યુવાનો પોતાનામાં શંકા ને બદલે વિશ્વાસ રાખે તો તેઓને સફળ થતા કોઈ ન રોકી શકે. તેઓએ ભારતનું ભવિષ્ય, અમૃતકાળ, સ્વાવલંબી ભારત, યુવાનોનું મહત્વ, રાષ્ટ્રભાવના વિગેરે વિષે પણ ઊંડાણપૂર્વક સમજ આપી હતી.
કૃષિ યુનિવર્સિટી જુનાગઢના કુલપતિ ડો. વી. પી. ચોવટિયા તથા રજીસ્ટ્રાર ડો. પી. એમ. ચૌહાણે યુનિવર્સિટીની વિવિધ પ્રવૃતિઓનો અહેવાલ આપી કૃષિ ક્ષેત્રે થતાં સંશોધન અને મળતી રોજગારી વિષે સમજ આપી હતી.
કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતે રોજગાર સૃજન કેન્દ્ર પણ શરુ કરવામાં આવ્યું છે, કે જ્યાંથી રજાના દિવસો સિવાય રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા દરમ્યાન રોજગાર વિષયક માહિતી, નોકરી અંગેની માહિતી, ઉદ્યોગ સાહસિક બનવા માટેનું માર્ગદર્શન, વિવિધ સરકારી યોજનાઓ વિષે સમજણ વિગેરે મળી શકશે.
આર.એસ.એસ.ના પ્રચારક અને ગુજરાતના પ્રદેશ સંગઠક મનોહરલાલજી તથા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. ડી. એચ. સુખડીયા વચ્ચે સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત એમ.ઓ.યુ. પણ સાઈન કરવામાં આવ્યા હતા. આ એમ.ઓ.યુ. અંતર્ગત પણ વિવિધ કોલેજોના એન.એસ.એસ. યુનિટો દ્વારા રોજગાર સૃજન કેન્દ્રો શરુ કરવામાં આવશે.
જુનાગઢના અગ્રણી ઉદ્યોગકારો સાથે પણ હાજર મહાનુભાવો દ્વારા એક મીટીંગ રાખવામાં આવી હતી, જેમાં ઉદ્યોગોમાં રોજગારીની સ્થિતિ, પ્લેસમેન્ટની વિગતો, જરૂરી માનવબળની વિગતો, નિતિ-નિયમો વિગેરે અંગે પ્લેસમેન્ટ સેલના નેજા હેઠળ ચર્ચા કરવામાં આવી હતી. આજનું યુવાધન ઉદ્યોગ સાહસિક બને તે અતિ જરૂરી હોવાનું બેઠકમાં ફલિત થયું હતું. જુનાગઢના ઉદ્યોગપતિઓ સાથેની મીટીંગમાં કુલપતિ પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીએ ઉદ્યોગપતિઓને આહવાન કર્યું હતું કે ઉદ્યોગોને અનુરૂપ અભ્યાસક્રમો ઘડવા તથા તેને ચલાવવા માટે યુનિવર્સિટી સદાય તત્પર છે.
કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનો પરિચય આર.એસ.એસ. જુનાગઢના દિપકભાઈ ઢેબરીયાએ આપ્યો હતો તથા પ્રાસ્તાવિક ભૂમિકા ડો.દિનેશ ચાવડાએ આપી હતી. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના એન.એસ.એસ. સેલની સમગ્ર પ્રવૃતિઓનો અહેવાલ એન.એસ.એસ.કોઓર્ડીનેટર ડો.પરાગ દેવાણીએ આપ્યો હતો તથા કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટીના પ્લેસમેન્ટ ઓફીસર ડો.રૂપાબેન ડાંગરે કર્યું હતું. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન સેલની સંપૂર્ણ માહિતી ડો.મૃણાલ અંબાસણાએ આપી હતી.
પ્રિન્સીપાલ દિનેશભાઈ ડઢાણીયા, રમેશભાઈ દવે, જાગૃતિબેન દવે, નરોતમભાઈ રાવલ, ડો.જતીન રાવલ વિગેરેએ પણ સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!