કાચી કેરીની સાથે સાથે હવે પાકી કેરીની આવક પણ શરૂ હોળી બાદ આવક વધે તેવી શક્યતાઓ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે દિવસથી કેસર કેરીની આવક શરૂ થઈ છે. ત્યારે કાચી કેરીની સાથે સાથે હવે પાકી કેરીની આવક શરૂ થતા કેરીના સ્વાદ રસીકોમાં હવે આનંદ વ્યાપી ગયો છે.
આજે માર્કેટિંગ યાર્ડમાં કુલ 1 ક્વિન્ટલ પાકી કેરીની આવક નોંધાઈ હતી.100 કિલો આવક થઈ પણ કલાકોમાં જ વેંચાઈ ગઈ માર્કેટિંગ યાર્ડ ના સૂત્રો જણાવી રહ્યા છે કે છેલ્લા બે દિવસથી કેસર કેરીની આવક શરૂ થઈ છે.બે દિવસથી કાચી કેરીની આવક થઈ રહી હતી. ત્યારે આજે ત્રીજા દિવસે પાકી કેરીની આવક નોંધાઇ છે.એક સાથે 100 કિલો પાકી કેરીની આવક થઈ હતી. માત્ર બે કલાકમાં જ કેરી વેચાઇ ગઇ હતી. 20 કિલોનાં 4000 રૂપિયા થી લઇને 6000 રૂપિયા સુધીના ભાવ રહ્યાં હતાં. કેસર કેરીની સાથે હાફૂસ કેરીની આવક નોંધાઇ
આજે પાકી કેરીની આવકમાં હાફૂસ કેરી ની આવક નોંધાઇ હતી. હજુ કેરીની આવક શરૂ થઈ તેને ફક્ત બે જ દિવસ શરૂ થયા છે કાચી ખાખડી બાદ કણે ચડેલી દાબાની કેરીની આવકની સાથે જ પાકી કેરી પણ શરૂ થઈ જતાં કેસર કેરી ખાવા માટે તલપાપડ રહેતા લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો.
આજે જે પાકી કેરી ની આવક નોંધાઇ તેમાં કુલ 1 ક્વિન્ટલ એટલે કે 100 કિલો કેરીની આવક સામે 20 કિલોનાં 4000 રૂપિયાથી લઇને 6000 રૂપિયા રહ્યાં હતાં. લોકોને એક કિલો કરી 200 રૂપિયાથી લઇને 300 રૂપિયા સુધીમાં પડી હતી.
કેરી રસિયાઓ આનંદો, હોળી બાદ તરત જ કેસર કેરી આવી જશે.
જૂનાગઢ યાર્ડમાં કેસર અને હાફૂસ કેરીની આવક શરૂ : માત્ર બે કલાકમાં 100 કિલો પાકેલી કેરી વેચાઈ ગઈ
વાત્સલ્યમ્ સમાચાર