મિસ જુનાગઢ તરીકે પૂજા સાંખલા સહિત મિસિસ જુનાગઢ તરીકે અલગ અલગ ત્રણ મહિલાઓ થઈ વિજેતા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ જૂનાગઢ દ્વારા 8 માર્ચ મહિલા દિન નિમિત્તે તા. 5 માર્ચ નાં રોજ ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિને અનુરૂપ મિસ જૂનાગઢ અને મિસિસ જૂનાગઢ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ અંગેની વીગતો આપતાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળનાં પ્રમુખ રૂપલબેન લખલાણી, જીએસ જીવંતિકાબેન, હર્ષવિણાબેન જોષી અને માલતીબેન મહેતાએ જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં કુલ 70 બહેનોએ ભાગ લીધો હતો.
જેમાં મીસ જૂનાગઢ માટે 15 થી 19 વર્ષની એક જ કેટેગરી છે. જ્યારે મીસીસ જૂનાગઢમાં 3 કેટેગરી નકકી કરવામાં આવી હતી, જેમાં 22 થી 45 વર્ષની બી ગૃપ, 45 થી 55 વર્ષ માટે સી ગૃપ અને 55 થી 70 વર્ષ માટે ડી ગૃપ રાખવામા આવ્યાં હતા. જો કે આ સ્પર્ધા તમામ જ્ઞાતિની મહિલાઓ માટે રાખવામા આવી હતી અને જૂનાગઢ શહેરમાં આ પ્રકારે પ્રથમ વખત અનોખી સૌંદર્ય સ્પર્ધા તક્ષશિલા બ્રહ્મ કન્યા છાત્રાલય ખાતે યોજાઈ હતી.
જેમાં સ્પર્ધકે ફરજીયાતપણે ચણિયાચોળી અથવા સાડી પહેરેલ હતી. જ્યારે મીસ જૂનાગઢ એ ગૃપ માટે ડ્રેસ માટે છૂટ આપવામાં આવી હતી, એ પણ ફક્ત આખું શરીર ઢંકાય એવો જ પહેરવેશ પહેરવાનો હતો. ત્યારે આજે બપોરના 3 થી સાંજના 8:30 દરમ્યાન યોજાનાર આ સ્પર્ધામાં દરેક સ્પર્ધકે કેટવોક કરેલ અને ડ્રેસીંગ માટે પ્રશ્ન પણ પૂછવામાં આવ્યા હતા. સ્પર્ધામાં જુનાગઢના દરેક જ્ઞાતિના બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ત્યારે રાજાણી ગ્રુપ તરફથી તથા પ્રેરણા સ્કીન કેર ડોક્ટર પૂજા ટાંક તરફથી દરેક સ્પર્ધકને ઇનામ આપી પ્રોતસાહિત કરવામાં આવેલ સાથે બ્રહ્મ સમાજ મહિલા મંડળ તરફથી દરેક સ્પર્ધકને સર્ટિફિકેટ અને ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા.
જેમાં મિસ જુનાગઢ તરીકે પૂજા સાંખલા વિજેતા થયેલ જ્યારે મિસિસ જુનાગઢમાં વધુ સ્પર્ધક હોવાને કારણે ત્રણ ગ્રુપ નક્કી કરવામાં આવ્યા હતા. બી ગ્રુપમાં ક્વીન તરીકે ખ્યાતિ સેતા, સી ગ્રુપના ક્વીનમાં દીપા કાનાબાર અને ડી ગ્રુપમાં ક્વિન તરીકે કુસુમ ઓઝા વિજેતા થયેલ હતાં. ત્યારે આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે અમદાવાદથી ગુજરાતી ચલચિત્ર, હિન્દી ચલચિત્ર અને સીરીયલનાં કલાકાર અને ખૂબ મોટી ખ્યાતિ મેળવનાર મનિષાબેન ત્રિવેદી અને હિર બ્યુટી પાર્લરનાં સંચાલિકા હીરાબેન રૂપારેલીયાએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી.
તેમજ આ કાર્યક્રમનું સફળ સંચાલન રૂપલબેન લખલાણીએ કર્યું હતું, અને જીએસ જીવંતિકાબેન હર્ષ, વીણાબેન જોશી, મંત્રી માલતીબહેન મહેતા સહિત તમામ કારોબારી સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા અનોખી સ્પર્ધા મિસ-મિસિસ જૂનાગઢ સ્પર્ધા યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર