જૂનાગઢ માંગરોળ પીજીવીસીએલ કચેરી પાસેથી નીકળતો કલેકટર અને ધારાસભ્યને રજૂઆત યોગ્ય કરવાની માગ
માંગરોળમાં પીજીવીસીએલ કચેરી પાસેથી નીકળતો બહારકોટ -દરબારગઢને જોડતો રસ્તો રીપેર કરી પહોળો અને ખુલ્લો કરવા ધારાસભ્ય, જી ,કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી છે. જાણીતા ઉદધોષક રમેશભાઇ એલ,જોશીએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે વિજકચેરી પાસેથી બહારકોટ- દરબારગઢને જોડતો આમ રાહદારી રસ્તો કચેરીના નવીનીકરણ બાદ બંધ કરી દેવાયો હતો.
જે ન.પા ના તત્કાલીન પ્રમુખના પ્રયત્ન બાદ ખુલ્લો કરાયો હતો. પરંતુ આ રસ્તો સાંકડો, ઉબડખાબડ અને ભયંકર ઢાળ વાળો હોય, સત્વરે રિપેર ,પહોળો અને સીધી લીટીમાં ખુલ્લો કરવો આવશ્યક છે. કારણ કે આ રસ્તે પાલિકા બાલમંદિર,ન.પા.સંચાલીત તાલુકાની સૌથી મોટી કન્યા શાળા તથા મહિલા મંડળ જવાનો તથા સહાયકોને પીપરીચોરા ,કાપડ બજારને જોડતો એકમાત્ર માગઁ છે.
આ રસ્તો માંગરોળ સ્ટેટે પણ કયારેય બંધ કરેલ ન હથો અને સૌરાષ્ટ્ર આઈસ ફેકટરી પાસેથી મોટા વાહનો પસાર થઈ શકે તેટલો પહોળો હતો. હાલ આ રસ્તામાં પીજીવીસીએલ બિનજરૂરી દિવાલ લંબાવતા,જુના રસ્તા વચ્ચે સબ સ્ટેશન ,થાંભલા ખોડી દેતા અડચણો ઉભી થઈ છે જે સત્વરે નિવારવા માંગણી કરી છે.
—— રિપોર્ટર વસંત અખિયા માંગરોળ —–