JUNAGADHJUNAGADH CITY / TALUKO

જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીએ જનકલ્યાણ શિબિરની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીએ જનકલ્યાણ શિબિરની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી ગુજરાત સરકાર દ્વારા જનસેવાના કાર્યો થકી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં જિલ્લા પંચાયતની બેઠકવાર જન કલ્યાણ શિબિર યોજવામાં આવનાર છે. આ સંદર્ભમાં જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીએ સંબંધિત અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જનકલ્યાણ શિબિરની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.જિલ્લા કલેકટરશ્રીએ જન કલ્યાણ શિબિર ખરા અર્થમાં લાભદાયી નીવડે તે માટે જરૂરી માર્ગદર્શન કર્યું હતું. ઉપરાંત જિલ્લા પંચાયત બેઠક વાર યોજાનાર આ કાર્યક્રમની ગામડાઓમાં સરપંચ સહિતના અગ્રણીઓને સાથે રાખીને પૂરતો પ્રચાર પ્રસાર થાય અને લોકોને કાર્યક્રમની જાણકારી મળી રહે તે સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી હતી. આ કાર્યક્રમના સ્થળે પીવાના પાણી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટે પણ માર્ગદર્શન કર્યું હતું. આમ, નાગરિકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, સેવા સેતુ કાર્યક્રમની તર્જ ઉપર જન કલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમના માધ્યમથી લોકો જુદી જુદી સરકારી યોજનાઓ અને પ્રમાણપત્રો મેળવી શકશે.જનકલ્યાણ શિબિર કાર્યક્રમના નોડલ ઓફિસર અને અને એડિશનલ કલેક્ટર સુશ્રી જીજ્ઞાબેન દલાલે આ બેઠકની પૂર્વભૂમિકા આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર સુશ્રી બી.એસ.બારડ ઉપરાંત તાલુકા કક્ષાએથી પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!