જૂનાગઢના જલારામ સોસાયટી વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લાગતા અફરા તફરી

0
24
વાત્સલ્યમ્ સમાચાર

રહેણાંક મકાનમાં આગ લાગતા ઘરનું ફર્નીચર અને ચીજવસ્તુઓ બળીને ખાક
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શહેરનાં જયશ્રી રોડ પર આવેલ ફાટક પાસેની જલારામ સોસાયટી પ્લોટ નં.૩૦માં રહેતા અમૃતલાલ કાનજીભાઇ કારીયાના રહેણાંક મકાનમાં આજે વ્હેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી આ અંગે જાણ થતાં જૂનાગઢ મહાનગરપાલિકા ની ફાયર વિભાગ ની ટીમ તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી હતી અને આશરે બે કલાક જેવો જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. મકાનમાં આગ લાગતા ઘરનું ફર્નીચર અને ચીજવસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી. સદનશીબે આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.સ્થળ પર પહોંચેલ ફાયર વિભાગની ટીમે સતર્કતા દાખવી સતત આશરે ૨૫૦૦ લીટર જેવા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews