જુનાગઢ માનસીક રીતે અસ્વસ્થ વૃધ્ધ મહીલા ગુમ થતા ફ્ક્ત ૨ કલાકમાં શોધી કાઢતી જૂનાગઢ નેત્રમ શાખા

0
20
વાત્સલ્યમ્ સમાચાર

જુનાગઢ માનસીક રીતે અસ્વસ્થ વૃધ્ધ મહીલા ગુમ થતા ફ્ક્ત ૨ કલાકમાં શોધી કાઢતી જૂનાગઢ નેત્રમ શાખા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : ઝાંસી સર્કલ પાસે નહેરૂ પાર્ક સોસાયટી પાસે રહેતા વિનોદભાઈ મનસુખભાઈ પાલાના ધર્મ પત્ની ઉ.વ. ૫૫ ઘણા સમયથી માનસીક રીતે અસ્વસ્થ હોય અને તેમની સારવાર ચાલતી હોય અને તે ગઈકાલે તા.૦૬/૦૩/૨૦૨૩ ના રોજ ઘરેથી કોઈને કહ્યા વિના જતા રહેલ હોય, આજુબાજુ તપાસ કરતા ક્યાંય જોવા મળેલ નહી અને ક્યાંક નીકળી ગયા હોવાનું લાગ્યું અને તે કેવી પરીસ્થીતીમાં હશે તેવુ વિચારી વિનોદભાઈ અને તેમના પરીવારના સભ્યો ચિંતિત થઈ ગયેલ હોય.
ત્યારે આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઈ. પી.એચ.મશરૂને કરેલ.
જેથી જૂનાગઢ હેડ ક્વા. ડીવાયએસપી એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઈ પી.એચ.મશરૂ, પો.કોન્સ. રાહુલગીરી મેઘનાથી, ચેતનભાઈ સોલંકી, કુસુમબેન મેવાડા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ઝાંસી સર્કલના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઈન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા વિનોદભાઈના ધર્મ પત્ની રેખાબેન ચાલતા નજરે પડેલ, ત્યારબાદ આગળના સમગ્ર રૂટના CCTV ફૂટેજ ચેક કરતા રેખાબેન ઝાંઝરડા ચોકળી પાસે પણ ચાલતા નજરે પડેલ, આટલી ઉમર હોય તેમજ માનસીક રીતે પણ અસ્વસ્થ હોય અને સતત ૨ કલાકથી વધુ સમયથી ચાલીને જતા હોય. તેમજ હાઈવે વિસ્તાર હોય કોઈ અણ બનાવ બનવાની શક્યતા હોય, જેથી પી.એસ.આઈ. પી.એચ.મશરૂ અને તેની ટીમ દ્રારા તાત્કાલીક તેમના પરીવારના સભ્યોને સાથે રાખી સ્થળ ઉપર તપાસ કરતા ધોરાજી હાઈવે ઉપર ડી-માર્ટ પાસેથી રેખાબેન સહી સલામત મળી આવતા તેમના પરીવારના સભ્યો તેમજ નેત્રમ શાખાની પોલીસ ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.
નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા બનાવની ગંભીરતા સમજી કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના પોતાના પરીવારના સભ્ય ગુમ થયેલ હોય તેમ સમજી અને ફ્ક્ત ૨ કલાકમાં રેખાબેનને શોધી તેમના પરીવાર સાથે મિલન કરાવેલ ત્યારે નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા વિનોદભાઈના પરીવારના સભ્યને સહી સલામત શોધી આપવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને વીનોદભાઈ પાલા દ્રારા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા પણ સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews