જૂનાગઢ સગીરાની છેડતી સાથે ધંધા ખાર રાખી પરિવાર પર હુમલો

0
27
વાત્સલ્યમ્ સમાચાર

લાકડાં કાપવાના મુદ્દે સોનાપુરી સ્મશાન પાસે બબાલ સર્જાઇ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગતરાત્રીના લાકડા કાપી સ્મશાન ખાતે કોન્ટ્રાક્ટથી નાખતા પરિવાર પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને પરિવારની મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચવા પામી હતી. જેમાં એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા યુવાન સહિત ત્રણેયને સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
IMG 20230119 WA0015 1આ અંગે મળતી માહિતી મુજબ ગિરનાર દરવાજા પાસેના ગણેશ નગરમાં રહેતા અને લાકડા કાપવાની મજૂરી કરતા રાકેશ શેષનાથ વર્માએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો પરિવાર લાકડા કાપીને સ્મશાન ગૃહમાં નાંખે છે. આ બાબત શબ્બીર હુસેન ઉર્ફે મસ્તાન મહમદ હુસેન રફાઇને તે ગમતું ન હોય જેનો ખાર રાખી સ્મશાન ના ગેઇટ પાસે જ શબ્બીરે છરી વડે હુમલો કર્યો હતો. બાદમાં શાહિ શેખ, દિલાવર અને દાદાબાપુ ગુલામ હુસેન સહિત ચારેય શખ્સોએ માથામાં લાકડીના ઘા મારી ઇજા પહોંચાડી હતી. જ્યારે રાકેશ વર્માના ભાઇઓ, માતા, પિતાને પણ મુંઢમાર માર્યો હતો. જ્યારે સામાપક્ષે શબ્બીર હુસેન ઉર્ફે મસ્તાન મહમદ હુસેન રફાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, કુંદબનબેન શેષનાથ વર્માની દિકરી સામે કેમ જુએ છે? તેમ કહી શેષનાથ વર્મા, કુંદનબેન વર્મા, રાકેશ વર્મા, ઋષિ વર્માએ ઢીકાપાટુનો માર માર્યો છે. જ્યારે રાકેશ વર્માએ કુહાડીનો ઘા હાથ, માથા, કાંડામાં માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ભવનાથ પોલીસે બન્ને પક્ષની સામસામી ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
IMG 20230119 WA0013 1જ્યારે ફરીયાદી રાકેશ વર્માએ પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે આ મામલે વાસ્તવિકતા એ હતી કે આરોપી શબ્બીર ઉર્ફે મસ્તાન વાળી ટોળકી તેમનો પણ લાકડાની મજુરી કામનો ધંધો હોય આ ઘણા સમયથી અમારા પરિવાર ને મળેલ કોન્ટ્રાકટ તેની આંખમાં કણાની જેમ ખટકતો હોય, અને અવારનવાર ગેરકાયદેસર રૂપિયાની માંગણી કરતો હોય, તેમજ અમારી સગીર વયની બહેનની છેડતી પણ કરતો હતો, જે બાબતે પ્રથમ બોલાચાલી થયેલ અને બાદમાં મામલો ઉશ્કેરાયો હતો, અને અમારા પરિવાર પર ઉપરોક્ત લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરાયો હતો. IMG 20230119 WA0016 1જેમાં પોલીસ દ્વારા અમારી કોઈ રજૂઆત સાંભળ્યા વગર મનઘડત રીતે ગુન્હો નોંધી કાર્યવાહી કર્યાનો સંતોષ માની લેવાયો લાગી રહ્યું છે, કારણ કે છેડતી સંદર્ભે અમારા દ્વારા પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું છતાં પણ પોલીસ દ્વારા સગીરા સાથે થતી અવાર નવાર છેડતી જેવા ગંભીર પ્રકારના ગુનાઓને નજર અંદાજ કરાયાની ભૂલ સુધારવાના બદલે અમારા પર વર્ધીનો રોફ જમાવવામાં આવ્યો હતો.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews