JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત ATSએ મુંબઈથી કરી અટકાયત

જૂનાગઢમાં જાહેરસભામાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત ATS અને મુંબઈ ATSએ મુંબઈથી અટકાયત કરી છે. આ મામલે જૂનગાઢ પોલીસે કાર્યક્રમના બે આયોજકો મલેક અને હબીબની પહેલા જ ધરપકડ કરી હતી અને ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની શોધખોળ ચાલુ હતી, જેની આખરે મુંબઈથી અટકાયત કરવામાં આવી છે.
જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે 31 જાન્યુઆરીની રાત્રે અહીં ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં આ ભાષણ આપવામાં આવ્યું હતું. આ ધર્મ અને વ્યસન મુક્તિના કાર્યક્રમના નામે આ જાહેરસભાની મંજૂરી લેવામાં આવી હતી જેમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું.
આ કાર્યક્રમ 31 જાન્યુઆરીના રોજ જૂનાગઢની નરસિંહ વિદ્યામંદિર ખાતે યોજાયો હતો, જેમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ કરેલા ભડકાઉ ભાષણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર જે 22 સેકન્ડનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં મુફ્તી સલમાન ‘આજ કુત્તોં કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા’ જેવાં ભડકાઉ વાક્યો કહેતો સાંભળવા મળે છે. વીડિયો વાયરલ થયા બાદ આયોજકો અને મૌલાના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button