JUNAGADHJUNAGADH CITY / TALUKO

નેચર ફર્સ્ટ ગ્રુપ તથા હ્યુમાનિટી ફર્સ્ટ ગ્રુપ દ્વારા ગીરનાર જંગલમાં પ્લાસ્ટીક મુક્ત અભિયાન યોજવામાં આવ્યું

નેચર ફર્સ્ટ ગ્રુપ તથા હ્યુમાનિટી ફર્સ્ટ ગ્રુપ દ્વારા ગીરનાર જંગલમાં પ્લાસ્ટીક મુક્ત અભિયાન યોજવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : પ્રકૃતિની સેવા માટેના કામ કરતી નેચર ફર્સ્ટ સંસ્થાના સંસ્થાપક ડો. શ્રી એન. પી. પટેલ સાહેબ દ્વારા “પ્રકૃતિ પ્રથમ” ના માધ્યમથી છેલ્લા દોઢ વર્ષથી ડો.શ્રી એન.પી. પટેલ સાહેબ દ્વારા ગાંધીનગર તથા જુનાગઢ ખાતે પ્લાસ્ટિક મુક્તિ અભિયાન ચલાવી અને પ્લાસ્ટિકના પ્રદૂષણની ગંભીરતા અંગે લોકોમાં જન જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત ડો.શ્રી એન.પી. પટેલ સાહેબ તથા પૂર્વ ગૃહમંત્રીશ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ખાતે ૭૪ સપ્તાહથી દર શનિવારે નેચર ફર્સ્ટ – ગાંઘીનગરની ટીમ દ્વારા ગાંધીનગર શહેરના અગલ – અલગ વિસ્તારોમાં પ્લાસ્ટિક મુક્તિ અભિયાન દરમિયાન શહેરની શાક માર્કેટોમાં ખરીદી કરવા આવતા લોકોને પ્લાસ્ટિકની થેલીઓના બદલામાં કપડાની થેલીઓ આપી અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સમજાવી જાગૃત કરવામાં આવે છે.
તેમજ ડો.શ્રી એન.પી. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નેચર ફર્સ્ટ – જુનાગઢના ભરતભાઈ બોરીચાના નેજા હેઠળ મિશન પ્લાસ્ટિક ફ્રી જૂનાગઢ યાત્રાધામ, સ્વચ્છ જૂનાગઢ, સ્વચ્છ ગિરનારને સાર્થક કરવા માટે નેચર ફર્સ્ટ ગ્રુપની ટીમ છેલ્લા ૬૫ સપ્તાહથી જૂનાગઢમાં પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન ચલાવી રહી છે. જેમાં આજે હ્યુમાનિટી ફર્સ્ટ ગ્રુપના મિત્રોએ નેચર ફર્સ્ટ ગ્રુપ સાથે વાઘેશ્વરી માતાજીના મંદિરની આસપાસના જંગલ વિસ્તારમાં નેચર ફર્સ્ટ સંસ્થાના ૬૫માં પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાનમાં ભાગ લીધો હતો. અને આશરે ૧૨૦ કિલો પ્લાસ્ટિક એકત્ર કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે. તેમજ ૬૫ સપ્તાહ દરમિયાન ગીરનાર જંગલમાંથી આશરે ૧૫ ટન જેટલું પ્લાસ્ટિક એકઠું કરી અને જંગલને નુકશાન કરનાર પ્લાસ્ટિક પ્રદૂષણને દુર કરવામાં આવ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!