કાલોલ પરિશ્રમ ફિઝિકલ એકેડમી દ્વારા આર્મી જવાનોની નગરના મુખ્ય રસ્તાઓ પર ભવ્ય શોભાયાત્રા યોજાઇ..

તારીખ ૦૭/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પરિશ્રમ ફિઝિકલ એકેડમી માંથી તાલીમ પામેલા ૧૧ સૈન્ય અને ૪ વનવિભાગના તાલીમાર્થીઓ ની ભવ્ય શોભાયાત્રા આયોજન પરિશ્રમ ફિઝિકલ એકેડમી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ ઉત્સાહ અને ગૌરવ સાથે ભાગ લીધો હતો જેમાં શોભાયાત્રા શિશુ મંદિરથી શરૂ થઈને કાલોલ ગરબા ગ્રાઉન્ડ, ડેરોલ સ્ટેશન થઈને ભક્તિ નગર પર્ણાહુતી સુધી પહોંચી હતી
શોભાયાત્રા શીશુ મંદિર શાળા ખાતેથી રેલી શહેરના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થઈ હતી જ્યાં જવાનોને આદીવાસી નૃત્ય સાથે આઇશર ટેમ્પો ને ફૂલોથી શણગારી જવાનોને ફૂલો અને દેશભક્તિના ગીતો સાથે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.ત્યારે ગામલોકો, પરિવારજનો અને મિત્રોએ જવાનોની વીરતા અને દેશસેવાની પ્રશંસા કરી. આ પ્રસંગે નગરના મુખ્ય રસ્તાઓ ઉપર નિકળેલ શોભાયાત્રા દરમ્યાન ઠેરઠેર લોકોએ “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નારા લગાવ્યાં
જવાને આ સન્માન માટે સૌનો આભાર માન્યો અને કહ્યું, “દેશની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે, આ ગૌરવ મને વધુ પ્રેરણા આપે છે.” શોભાયાત્રા દરમિયાન વાતાવરણમાં ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિનો માહોલ હતો.આ ભવ્ય શોભાયાત્રા સાથે લોકોએ જવાન અને તેમના પરિવારને શુભેચ્છાઓ પાઠવી અને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ આપી.






