રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૩.૯.૨૦૨૩
હાલોલ તાલુકા પંચાયત માં પ્રમુખ,ઉપપ્રમુખ,કારોબારી ચેરમેન તેમજ પક્ષના નેતા ની મુદત પૂર્ણ થતા નવા હોદ્દેદારોની નિમણુંક કરવા માટે ભાજપ દ્વારા તેમના ઉમેદવારો નક્કી કરી તે પદ માટે ચૂંટી કાઢવા પંચમહાલ જિલ્લા ભાજપ અધ્યક્ષ એ મેન્ડેટ આપી આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારનાં માર્ગદશન મુજબ હાથ ધરવામાં આવી હતી.જોકે ફોર્મ ભરવાની પ્રક્રિયા નો સમય પૂર્ણ થતા સાંજ સુધીમાં ભાજપા સિવાય અન્ય કોઈ ઉમેદારે ફોર્મ ભર્યા ન હતા.હાલોલ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ,કારોબારી ચેરમેન તેમજ પક્ષના નેતા ની મુદત પૂર્ણ થતા નવા હોદ્દેદારોની નિમણુંક કરવા આજે ઉમેદવારો ના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલોલ તાલુકા વિકાસ અધિકારી ની અધ્યક્ષતામાં તજવીજ હાથ ધરવામાં આવી હતી.જેમાં પંચમહાલ જિલ્લા ભાજપ અધ્યક્ષ એ હાલોલ તાલુકા પંચાયત ના પ્રમુખ પદ માટે કનુભાઈ ધુળાભાઈ રાઠોડ, ઉપપ્રમુખ ના પદ માટે નીરુબેન પ્રતાપભાઈ બારીયા, કારોબારી ચેરમેન માટે અશોકભાઈ ગોવિંદભાઇ બારીયા તેમજ પક્ષના નેતા ના પદ માટે દિલીપસિંહ કિરીટસિંહ રાઠોડ ને ચૂંટી કાઢવા માટે પક્ષ તરફથી મેન્ડેટ આપવામાં આવતા આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા માં પ્રમુખ પદ માટે કનુભાઈ ધુળાભાઈ રાઠોડ, ઉપપ્રમુખ ના પદ માટે નીરુબેન પ્રતાપભાઈ બારીયાએ ચૂંટણી પ્રક્રિયામાં પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.જોકે ફોર્મ ભરવાની પ્રક્રિયા નો સમય પૂર્ણ થતા સાંજ સુધીમાં ભાજપા સિવાય અન્ય કોઈ ઉમેદારે ફોર્મ ભર્યા ન હતા. જેને લઇ હાલમાં આ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હોવાનું મનાઈ રહ્યું છે.જોકે સત્તાવાર જાહેરાત આવતી કાલે તા.14મી સપ્ટેમ્બર ના રોજ જાહેર કરવામાં આવનાર છે. આજે તાલુકા પંચાયત કમ્પાઉન્ડ માં આ ચારેવ પદ માટે ભાજપ દ્વારા વરણી કરતા અને અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ન ભરતા આ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હોવાને લઇ ચારે હોદ્દેદારોની વર્ણીને આવકારી ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવી ચારેય બિનહરીફ ઉમેદવારોને ફૂલહાર કરી તેઓનું અભિવાદન કરી અભિનંદન પાઠવ્યા હતા.આજે આ પ્રસંગે પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહજી પરમાર સહીત ભાજપના હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વિજય ઉત્સવ મનાવ્યો હતો જોકે તેની સત્તાવાર જાહેરાત આવતીકાલે થનાર છે.