
ચેતર વસાવા ના સમર્થન માં 24 જુલાઈ એ કેજરીવાલ અને પંજાબ ના મુખ્યમઁત્રી ડેડીયાપાડા આવશે
તાહિર મેમણ – ડેડીયાપાડા – 19/07/2025 -ચેતર વસાવા ના સમર્થન માં 24 જુલાઈ એ કેજરીવાલ અને પંજાબ ના મુખ્યમઁત્રી ડેડીયાપાડા આવશે.24 જુલાઈ એ દેડીયાપાડામાં આમ આદમી પાર્ટી દ્વારા મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. 24 જુલાઈના રોજ પીઠા ગ્રાઉન્ડ ખાતે યોજાનારી આ સભામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજરી આપશે.
હાલમાં જેલવાસ ભોગવી રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈતર વસાવા છેલ્લા 14 દિવસથી જેલમાં છે. તેમની ધરપકડ ડેડીયાપાડા પ્રાંત કચેરીમાં થયેલી ઘટના બાદ કરવામાં આવી હતી. તેમણે દેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે મારામારી કરી હતી અને સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો કહ્યા હતા.
કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી નકારી કાઢતા તેમણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. આ ઘટના બાદ AAP કાર્યકર્તાઓ રાજ્યભરમાં આવેદનપત્રો આપી રહ્યા છે. આ સભામાં ગુજરાતભર અને ભીલ પ્રદેશના આદિવાસીઓની હાજરી અપેક્ષિત છે.કેજરીવાલ અને પંજાબ ના મુખ્યમઁત્રી ડેડીયાપાડા આવશે



