18 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં અમૃત મહોત્સવ અંતર્ગત ધો-૯ થી ૧૨ના વિદ્યાર્થીઓનો તા-૦૪ નવેમ્બર ૨૩ થી તા-૦૮ નવેમ્બર ૨૩ સુધી પાંચ દિવસનો “કચ્છ શૈક્ષણિક પ્રવાસ” યોજાયો હતો. જેમાં પ્રવાસના સ્થળો સમૃતિવન, કાળો ડુંગર, સફેદરણ, શરદ બાગ પેલેસ, આયના મહેલ, કચ્છ મ્યુઝિયમ, અંબેધામ ગોધરા, વિજય વિલાસ પેલેસ, માંડવી બીચ, મુંન્દ્રા પોર્ટ, નારાયણ સરોવર, કોટેશ્વર, અંજાર વગેરે પ્રવાસન સ્થળોની મુલાકાત વિદ્યાર્થીઓએ લીઘી હતી. જે થકી વિદ્યાર્થીઓએ ભારતના ઐતિહાસિક, સાંસ્કૃતિક, સામાજિક તથા ધાર્મિક વારસા અને ભૌગોલિક વિવિધતા વિશે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આમ આ પ્રવાસમાં ઉત્સાહભેર આનંદ માણી વિદ્યાર્થીઓ જ્ઞાનસભર બન્યા હતા. આમ કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી ના માર્ગદર્શન નીચે પ્રવાસ સમિતિના કન્વીનરશ્રી ભગુભાઈ વી.ચૌધરી તથા પ્રવાસ સમિતિના સભ્યો અને સ્ટાફ મિત્રોના સહયોગથી શૈક્ષણિક પ્રવાસનું સુંદર આયોજન થયું હતું. જે બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ સર્વ સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.