BHUJKUTCH

અખિલ ભારતીય રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ ભુજ તાલુકા દ્વારા શ્રી સ્વામીનારાયણ વિદ્યાલય ભુજ મધ્યે કર્તવ્ય બોધની ઉજવણી કરવામાં આવી

રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી

ભુજ : સ્વામી વિવેકાનંદજી અને સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે યોજવામાં આવતા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી સંતો અને શિક્ષકોની ઉપસ્થિતિમાં કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સંતો અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ સરસ્વતી વંદના અને સંતો-મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ માધ્યમિક ગ્રાન્ટેડના ઉપાધ્યક્ષ ચેતણભાઈ લાખાણી દ્વારા સંગઠન દ્વારા ગત વર્ષે એક લાખ શાળાઓમાં ભારત માતા પૂજન કાર્યક્રમ સહિત રાષ્ટ્ર હિત,શિક્ષક હિત અને સમાજ હિતના વિવિધ કાર્યોની માહિતી આપી સંગઠનનો પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરી વલ્લભદાસજી સ્વામી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા, આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી અમિતભાઈ ધોળકિયા દ્વારા ઉપસ્થિત સૌને કર્તવ્ય બોધ અંગે વિવિધ પ્રસંગો વર્ણવી સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝની જીવનીના પ્રસંગો દ્વારા સહજ અને સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે શાસ્ત્રી સ્વામી શ્રી અક્ષરમુક્તજી, શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-પ્રાથમિક સંવર્ગના જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલ,એચ.ટાટ સંવર્ગના જિલ્લા આંતરિક ઓડિટર રોહિતભાઈ રાજગોર,અશોકભાઈ જાટીયા અને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ ભુજ તાલુકા અધ્યક્ષ શામજીભાઈ કેરાસીયા દ્વારા તથા કાર્યક્રમનું સંચાલન ભુજ તાલુકા મહામંત્રી બળવંતભાઈ છાંગા દ્વારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button