KUTCHMANDAVI

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંન્દ્રામાં ‘કચ્છ એમ્બ્રોઇડરી ડે’ની ઉત્સાહભેર ઉજવણી કચ્છી કળાને ‘સથવારો’.

21-જાન્યુ.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંન્દ્રામાં ‘કચ્છ એમ્બ્રોઇડરી ડે’ની ઉત્સાહભેર ઉજવણી કચ્છી કળાને ‘સથવારો’

મુન્દ્રા કચ્છ :- અદાણી ફાઉન્ડેશનના સથવારો પ્રોજેક્ટ અંતર્ગત મુન્દ્રા ખાતે ‘કચ્છ એમ્બ્રોઇડરી ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. 19 જાન્યુઆરીએ સૌપ્રથમ વાર આયોજીત આ પહેલનો ઉદ્દેશ્ય સ્થાનિક મહિલાઓની પરંપરાગત હસ્તકળાને પ્રોત્સાહન અને કૌશલ્યોનું સશક્તિકરણ કરવાનો છે. વિસરાતી જતી હેન્ડીક્રાફટ સૂફ – કચ્છ એમ્બ્રોઇડરીને શીખવવા અને તેના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અદાણી ફાઉન્ડેશન દ્વારા ત્રણ દિવસની તાલીમ અને કાર્યશાળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.અદાણી ફાઉન્ડેશન દ્વારા 16 થી 18મી જાન્યુઆરી દરમિયાન 3-દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓને કચ્છ એમ્બ્રોઇડરીની કળામાં હાથથી તાલીમ આપવામાં આવી હતી. જેનાથી તેઓ આ હસ્તકળામાં કૌશલ્યવર્ધનથી તેમની સફરને આગળ વધારવા સજ્જ બન્યા હતા. આ તાલીમમાં લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર (LLDC)નો ખાસ સહયોગ મળ્યો હતો.સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કર્યા બાદ 19 જાન્યુઆરીના રોજ, અદાણી ફાઉન્ડેશને કચ્છના એમ્બ્રોઇડરી કારીગરોને એકસાથે લાવીને ઉજવણીના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ મંચે કારીગરોને વિસરાતી જતી આ પરંપરાગત કળાને આધુનિક ટ્રેન્ડ્સનો પરિચય કરાવ્યો હતો. કેટલાય સમયથી પ્રેક્ટિસ કરી રહેલા હસ્તશિલ્પીઓની વહારે આવી અદાણી ફાઉન્ડેશને અમૂલ્ય તક પૂરી પાડી હતી.તાલીમાર્થી પાર્વતીબેન જણાવે છે કે “મને આ તક આપવા બદલ હું અદાણી ફાઉન્ડેશનની ખૂબ જ આભારી છું. ગ્રામીણ હોવાને કારણે અને ગૃહિણીની ફરજો નિભાવતા તાલીમ મેળવી મારા માટે કઠીન હતું. પરંતુ આ તાલીમ લીધા બાદ મને ભવિષ્યમાં સ્વનિર્ભર થવાનો વિશ્વાસ છે”. કચ્છના દરેક વિસ્તાર અને સમાજમાં એક વિશેષ પ્રકારની હસ્તકળા જોવા મળે છે. એ બધા પ્રકારના ભરતકામમાં સૂફ ભરત સૌથી અઘરુ અને અનોખું માનવામાં આવે છે. જેમાં કારીગર કાપડની એક બાજુ ભરત ભરે છે એની ડિઝાઇન બીજી તરફ જોવા મળે છે. કાપડ પર કોઈપણ પ્રકારની પ્રિન્ટ કે છાપણી વિના કારીગરોના મગજમાં તૈયાર થયેલી ડિઝાઇન સીધી કાપડ પર ઉતરે છે. આજે પ્રિન્ટ મશીનના યુગમાં પણ અહીંના કલાકારોએ સદીઓથી ચાલી આવતી સૂફ ભરત કળાને ટકાવી જીવંત રાખી છે.કાર્યશાળામાં કારીગરો માર્કેટિંગ અને ગુણવત્તા નિયંત્રણનું મહત્વ શીખે છે જેનાથી ડિઝાઇનની ચોકસાઇ અને બજારની માંગ મુજબ પુરવઠો જાળવવામાં મદદ મળે છે. ભરતકામ કરતી મહિલાઓના કૌશલ્યને આળખી ફાઉન્ડેશને તેમને ઉદ્યોગસાહસિક બનવા પ્રોત્સાહન આપ્યું હતું. અન્ય એક સૂફ કારીગર હિરલ જણાવે છે કે “આ તાલીમે મને મારા ભરતકામ કૌશલ્યો સુધારવા અને તેને વ્યવસાય તરીકે આગળ ધપાવવા સમર્પિત થવાની પ્રેરણા આપી છે.”સમકાલીન બજારોમાં પ્રવેશના અભાવે કારીગરો ઘણીવાર આર્થિક સંઘર્ષ કરે છે. સથવારો એ અદાણી ફાઉન્ડેશન દ્વારા દેશના કારીગરોને ટેકો આપવા અને તેમની કળાને જાળવી રાખવા માટે એક હૃદયપૂર્વકની પહેલ છે. તેનો ઉદ્દેશ્ય આ કારીગરોને ટકાઉ આજીવિકા પૂરી પાડવા અને ભારતની સમૃદ્ધ કળા-સંસ્કૃતિનું સંરક્ષણ અને પુનરુત્થાનમાં યોગદાન આપવાનો છે. અદાણી ફાઉન્ડેશન આ કારીગરોને કચ્છ એમ્બ્રોઇડરીમાં શ્રેષ્ઠ બનાવવા સમર્થન આપવા પ્રતિબદ્ધ છે.

અદાણી ફાઉન્ડેશન વિશે : અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,753 ગામડાઓમાં કાર્યરત છે, જે 73 લાખ લોકોને સ્પર્શે છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!