KUTCH

ફરી ૪.૭ ના આંચકાથી ધણધણી ઉઠી કચ્છની ધરા

તા. ૨૮/૦૧/૨૦૨૪

રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી

ભુજ : ભૂકંપની ૨૩ મી વર્ષગાંઠના બે દિવસ બાદ ફરી એકવાર ૪.૭ રીક્ટર સ્કેલના આંચકા સાથે કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે. ભારે કંપન સાથે ધરા ધ્રુજતા લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. તો બીજી બાજુ બહુમાળી બિલ્ડીંગોમાં વસવાટ કરતા લોકોમાં ફરી ભયનો માહોલ છવાયો હતો.

ભૂકંપનો કેન્દ્રબિંદુ ભચાઉથી ૨૧ કિમી ઉત્તર બાજુએ હોવાનું અનુમાન કરવામાં આવેલ છે. આજરોજ આવેલ આંચકાએ ૨૩ વર્ષ પહેલાં ૨૬ જાન્યુઆરીએ આવેલા ધરતીકંપની યાદ અપાવી હતી.

[wptube id="1252022"]
Back to top button