KUTCHMUNDRA

પ્રાગપરના અદાણી વિલમાર કંપનીમાં તનાવ મુક્તિ અંગે શિબિર યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

વિપરીત પરિસ્થિતિમાં પણ રાજયોગના અભ્યાસ દ્વારા તનાવ મુક્ત રહેવાની શીખ અપાઈ.

વર્તમાન સમયમાં સકારાત્મક જીવનશૈલી અપનાવવી અતિ આવશ્યક છે.

આપણા એક વિચારનો પ્રભાવ શરીર, સંબંધો, વાતાવરણ તેમજ પ્રકૃતિ પર પણ પડે છે.

મુન્દ્રા, તા.9 : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય મુન્દ્રા સેવા કેન્દ્ર દ્વારા પ્રાગપરના અદાણી વિલમાર કંપનીમાં “સકારાત્મક જીવનશૈલી તેમજ તનાવ મુક્તિ” વિષય પર વિશેષ કાર્યક્રમ યોજવામાં આવેલ.પ્રોગ્રામની શરૂઆત પરમાત્માની મધુર યાદ સાથે કર્યા બાદ દીપ પ્રજ્વલિત કરીને પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમાર આમોદસિંહ વર્તમાન સમયમાં સકારાત્મક જીવનશૈલી અપનાવવી અતિ આવશ્યક છે તેમ જણાવયું હતું.બ્રહ્માકુમારી સુશીલાદીદીએ જણાવ્યું કે જીવન એ પ્રભુનો અમૂલ્ય ઉપહાર છે સંકલ્પો દ્વારા જ શ્રુષ્ટિનું નિર્માણ થાય છે આપણા એક વિચારનો પ્રભાવ શરીર, સંબંધો, વાતાવરણ તેમજ પ્રકૃતિ પર પણ પડે છે.દિલ્હીથી પધારેલ બ્રહ્માકુમાર અશોકભાઈએ પોતાના જીવનના સ્વાનુભવો પ્રસ્તુત કરીને રાજયોગ શીખવાની અપીલ કરી હતી. જિલ્લા માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી બ્રહ્માકુમાર વિનોદભાઈ ઠક્કરે વિપરીત પરિસ્થિતિમાં પણ રાજયોગના અભ્યાસ દ્વારા તનાવ મુક્ત રહેવાના પોતાના અનુભવો રજૂ કર્યા હતા. તેમજ સંગીત સાથે વ્યાયામ દ્વારા વાતાવરણમાં નૂતન ઊર્જાનો સંચાર કર્યો હતો. ગુસ્સો, નફરત, ઈર્ષા જેવી નકારાત્મક ભાવનાથી દૂર રહીને આપણે પોતાના જીવનમાં ખુશાલીનો અનુભવ કરી શકીએ છીએ ત્યારે આવા પ્રોગ્રામ વર્તમાન દોડભાગ ભરી જિંદગીમાં નવી પ્રેરણાનો સંચાર કરે છે તેથી અવારનવાર આવા પ્રોગ્રામોનું આયોજન થવું જોઈએ એમ પ્લાન્ટ હેડ નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું. આભારવિધિ એચ. આર. મેનેજર રઘુવીરસિંહ ગોહિલે કરી હતી.

Back to top button
error: Content is protected !!