ANJARKUTCH

અંજારમાં મહાવીર ડેવલોપર્સની ઓફીસ બહાર 40લાખ રુપીયાની લુંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી પુર્વ ગાંધીધામ પોલીસ 

પોલીસ તપાસ મા અન્ય પાંચ આરોપીઓ ના નામ ખુલ્યા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-અંજાર કચ્છ.

અંજાર,તા-08 જૂન : અંજારમાં મહાવીર ડેવલોપર્સની ઓફીસ બહાર ચાલીસ લાખ રુપીયાની લુંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં પુર્વ કચ્છ ગાંધીધામ પોલીસે પકડી પાડ્યા છે ત્યારે મહાવીર ડેવલોપર્સ નામની પેઢીના બે કર્મચારીઓ કચેરી બંધ કરીને રોકડ રકમ, દસ્તાવેજો ભરેલી ત્રણેક બેગ લઈને ઓફિસ નીચે શેઠની ગાડીમાં મૂકવા જતાં હતા.ત્યારે પાંચેક બુકાનીધારી શખ્સો છરી લઈને ધસી આવ્યાં હતાં. લૂંટારાઓ બેઉ સાથે ગાળાગાળી અને મારકૂટ કરી રોકડ રકમ ની ભરેલી બેગ લૂંટીને બે બાઈક પર નાસી છૂટ્યાં હતાં.ત્યારે પોલીસે આ અંગે વિવિધ ટીમો બનાવીને સીસીટીવી કેમેરા ફુટેજ દ્વારા મહાવીર ડેવલોપર્સના સ્ટાફની પુછપરછમાં સ્ટાફમાં કામ કરતો એક યુવક તે વાતો મા શંકાસ્પદ જણાતા તેની વધુ પુછપરછ કરતાં તો તે પટ્ટાવાળા અને તેની સાથે એક મહીલા અને છ થી સાત શખ્સોએ સાથે મળીને આ લુંટ ચલાવી હોવાની કબુલાત આપી હતી.

ચાલીસ લાખ રુપિયા ને અંજામ આપેલા ને પોલીસે પકડી પાડેલ સખ્સો (1)-ભુપેન્દ્ર છોટેલાલ કેવર,(2)-હબીબ ઉર્ફે આદીલ હાજીભાઇ કોરેજા,(3)-ફારુક જુમા નારેજા,(4)-મામદ બાવલા મથડાને લુંટને અંજામ આપનાર આરોપીઓ તરીકે પકડી પાડ્યા હતા અને તેમની સાથે અન્ય પાંચ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવેલ છે.પોલીસે લુંટમાં ગયેલ તેમજ વપરાયેલ મુદામાલ કબ્જે કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!