KUTCHMUNDRA

રતાડીયાની હાઈસ્કૂલમાં ઘર આંગણામાં થતી વનસ્પતિના ઔષધીય ગુણો વિશે જાણકારી અપાઈ.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

રતાડીયા મુન્દ્રા કચ્છ તા.9: શાળા કક્ષાએ પર્યાવરણ જાળવણી કરવાના ઉદ્દેશથી રતાડીયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ થીમ ઉપર સૂત્રો બનાવી પ્રાર્થનામાં રજૂ કરવામાં આવ્યા. સાથે સાથે ઘર આંગણાની વિવિધ વનસ્પતિના ઔષધીય ગુણો વિશે સમજ આપી તે ઘર ગથ્થુ ઉપચારમાં કેવી રીતે મદદરૂપ થાય છે તે અંગે સમજ આપવામાં આવી હતી. જેમાં તુલસી વિશે ભક્તિ ઠક્કર, કુંવારપાઠું વિશે રોનક દેપારા અને મીઠા લીમડા વિશે દિવ્ય છેડાએ સમજ આપી હતી. તેમજ પોસ્ટરમાં જળ બચાવો વિશે સિધેશ્વરીબા જાડેજા, વૃક્ષોનું કરો જતન વિશે પલક વાઘેલા, સ્વચ્છ પર્યાવરણ અંગે રોનક દેપારા અને વધુ વૃક્ષો વાવો પર નીલમ રબારી અને નંદની રબારીએ રજૂઆત કરી હતી.સમગ્ર કાર્યક્રમ સંજીવની ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય ચંદુભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ થયો હતો જેમાં શાળાની શિક્ષિકા જાગૃતિબેન રાયચુરા અને નિકિતાબેન ડુંગરિયા સહયોગી રહ્યા હતા. સંચાલન મુન્દ્રા એસ. ડી. શેઠિયા બી.એડ. કોલેજના તાલીમાર્થી તિતિક્ષાબેન ઠક્કર અને આભારવિધિ ચાંદનીબેન ગુંસાઈએ કરી હતી.

Back to top button
error: Content is protected !!