વાત્સલ્યમ્ સમાચાર
૨૫ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
મુન્દ્રા કચ્છ :- ચૈત્ર સુદ ચોથના દિવસે મુન્દ્રા તાલુકાના રતાડીયા (ગણેશવાલા) અને લુણી ગામે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. દર વર્ષે ગણેશ ચોથના આગલા દિવસે લુણી ખાતે ભરાતા વિશાળ મેળામાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. જ્યારે રતાડીયાના ઐતિહાસિક ગણેશ મંદિરે ગામ લોકો અને આસપાસના કુંદરોડી, બગડા, વાઘુરા, લફરા, ફાચરિયા સહિત પાંચાળાના લોકોએ પરંપરાગત રીતે લાડવાનો પ્રસાદ ગણેશદાદાને અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી. આ વર્ષે પણ પૂજન, આરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તિભાવ પૂર્વક ગણેશ ચોથની ઉજવણી કરવામાં આવી હતી.