૨૭ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
મુન્દ્રા કચ્છ :- ભારતમાં પ્રાચીનકાળથી જ નાટ્ય પરંપરા રહી છે. ભારતના વિવિધ ભાષા પ્રેમીઓ પોતાની માતૃભાષામાં નાટ્ય પ્રસ્તુત કરતા આવ્યા છે ત્યારે મુન્દ્રાની બી.એડ. કોલેજમાં વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ.વી. ફફલે પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષકે વર્ગખંડમાં અનેક પાત્રો ભજવવા પડે છે. દેશના મૂલ્યવાન નાગરિકો તૈયાર કરવા માટે એક શિક્ષક કલાકારની જેમ વાણી અને વર્તન દ્વારા અનેક પાત્રો ભજવે છે જ્યારે આચરણ દ્વારા શીખવે એ આચાર્ય. એમ જણાવ્યું હતું.વિશ્વ રંગમંચ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય નાટ્ય પરંપરાને જાળવી રાખવાનો, તેને આગળ વધારવાનો અને નાટ્યકર્મીઓને પ્રેરિત, પ્રોત્સાહિત કરવાનો છે. આજના દિવસે ભારત સહિત દેશભરમાં ઘણા સ્થળોએ પ્રખ્યાત કલાકારો દ્વારા લોકપ્રિય નાટકો પ્રસ્તુતિ કરવામાં આવે છે ત્યારે આ પ્રસંગે કોલેજના તાલીમાર્થી ધર્મ અંતાણી દ્વારા એકાંકી નાટ્યાત્મક રજુઆત કરવામાં આવી હતી જેને કોલેજના તમામ પ્રોફેસર અને તાલીમાર્થીઓએ નિહાળીને પ્રશંસા કરી હતી.