AHAVADANGGUJARAT

વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે નવીન એક્સપ્રેસ આહવા અમદાવાદ બસને લીલીઝંડી આપી….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાજ્ય સરકાર દ્વારા જાહેર બસ સેવા મારફત મુસાફરો જનતાના પરિવહન સુવિધામાં વધારો કરવા તેમજ મુસાફરોનું યાતાયાત સરળ બનાવવા ઉદેશ્ય સાથે આજરોજ દિવાળીના પર્વ નિમિત્તે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે આહવા – અમદાવાદ એક્સપ્રેસ બસને લીલીઝંડી આપી હતી. આ પ્રસંગે  વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, લોકોને સુવિધાજનક અને શ્રેષ્ઠ પરિવહન સેવા પ્રદાન કરવાના હેતુથી તથા તેમને સુગમ અને આનંદપ્રદ યાત્રાનો અનુભવ કરાવવાના શુભ સંકલ્પ સાથે આહવા- અમદાવાદ રૂટને નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે. જે મુસાફર જનતા તેમજ વિદ્યાર્થીઓને ખુબ જ ઉપયોગી બસ સેવા નીવડશે.  રાજ્ય સરકાર જાહેર પરિવહન સેવાને ગુણવત્તાયુક્ત અને સુવિધાસભર બનાવવા સતત કાર્યરત છે તેમ પણ તેઓએ વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિચંદભાઈ ભોયે, ઉપ પ્રમુખ હરિરામભાઈ સાવંત સહિતના સ્થાનિક હોદેદારો, અગ્રણીઓ તેમજ એસ. ટી. કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!