રિપોર્ટર…..
અમિન કોઠારી
મહિસાગર
કડાણા તાલુકા ના ડીંટવાસ પોલીસ સ્ટેશન હદ માંથી પરપ્રાંતીય ઈંગ્લીશ દારુ ને બીયરની કુલ નંગ. 1620 અંદાજીત કિંમત રુપિયા એકલાખ નેવુહજાર નો દારુ નો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપ્યો…..
પેટા…..
દારુની બોટલો ને બીયરના ટીન ને મોબાઈલ ને સ્કોર્પીયો ગાડી મલી ને કુલ કિંમત રુપિયા 9.93.440.નો મુદ્દામાલ વિજીલન્સ ટીમે કબજે કર્યો…
હોળી અને ધૂળેટીનાં ઉત્સવો નજીક માં જ હોઈ મહીસાગર જીલ્લા માં અસામાજિક પ્વુતતિ પર અંકુશ રાખવા ને ગેરકાયદેસરની દારુની થતી હેરાફેરી અટકાવવા ને જુગાર ની પ્વૄતિ અટકાવવા ના હેતુથી ઉપલા લેવલે થી મળેલ સુચના આધારે સ્ટેટ વિજીલન્સ ની ટીમ જીલ્લામાં સક્રિય હતી. તે દરમયાન આ ટીમને મળેલી બાતમી આધારે આ ટીમ ડીંટવાસ થી કડાણા જવાનાં રસ્તે નીનકા ગામ નજીક પોતાના વાહનો રોડની સાઈડમાં ઊભા રાખીને બાતમી વાળી કાલાકલરની સ્કોર્પીયો ગાડી નંબર. જીજે.09.bf.0623 ની રાહ જોતાં વોચ માં ઊભા રહેલ હતાં.
વીજીલન્સ ટીમ સ્ટાફે બાતમી વાળી કાલાકલરની સ્કોર્પીયો ગાડી ને આવતાં જોતાં તેને રોકવા વાહનો રોડ પર આડા મુકેલ ને ગાડી રોકવા ઈશારો કરતાં સ્કોર્પીયો ગાડી ના ડાયવરે ગાડી પાછી વાળવાની કોશિશ કરતાં વીજીલન્સ ટીમ સ્ટાફે સતઁકતા વાપરી ને ગાડી સાથે ડ્રાયવરને દબોચી લીધેલ ને ગાડી માં બેઠેલ અન્ય ઈસમો સથળે થી ફરાર થઈ ગયેલ.
પકડાયેલ સ્કોર્પીયો ગાડી માં તપાસ કરતાં ગાડી ની ડીકીમાં અને પાછલી સીટમાં પરપ્રાંતીય ઈંગ્લીશ દારુ ની બોટલો ને બીયરના ટીન મલી ને કુલ નંગ. 1620.જેની અંદાજીત કિંમત રુપિયા 1.89.720.ને પકડાયેલ આરોપી પાસે થી મળેલ મોબાઈલ ને રોકડ રકમ ને ગુનામાં વપરાયેલ સ્કોર્પીયો ગાડી જેની અંદાજીત કિંમત રુપિયા આઠલાખ મલીને આ ગુનામાં કુલ રુપિયા 9.93.440.નો મુદ્દામાલ વિજીલન્સ ટીમે કબજે કર્યું.
આ બનાવ ની ડીંટવાસ પોલીસ મથકે વીજીલન્સ ટીમ સ્ટાફ ના અ.હે.કો.મનુભાઇ રમેશભાઈ નાઓએ ફયાઁદ આપતાં પોલીસે આરોપીઓ વિરુધ્ધ આ ગુનાના આરોપી ઓ નરેશઉફેં બાબુરામા ડામોર રે સરસવા. સનનીબેન સુખાભાઈ ડામોર. દીપક સુખાભાઈ ડામોર રહે.ડાયાપુર ને વિજય ભોઈ. લક્ષમણ રાયસીંગ તાવિયાડ રહે.ધનસુરા. ને દારુ ભરેલી સ્કોર્પીયો આપી જનાર ડાયવરને સ્કોર્પીયો ગાડી નં.જીજે 09.bf.0623 ની વિરુધ્ધ પ્રોહીબીશન હેઠળ ગુનો દાખલ કરીને ગુનાની તપાસ હાથ ધરેલ ને પોલીસે આ ગુનાના પકડાયેલ આરોપી નરેશ ઉફેઁ બાબુ રામા ડામોર રાહ.સરસવા તાલુકા કડાણા ની રીમાન્ડ મેળવવા માટે ની કાયઁવાહી પોલીસે હાથ ધરેલ છે. ને આ કામના અન્ય ફરાર થઈ ગયેલ આરોપીઓ ની ધરપકડ કરવાનાં ચક્રો ડીંટવાસ પોલીસે હાથ ધરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બળીયાદેવ ની ચોકડી નજીક વરસો ના વરસો થી ખુલ્લે આમ આ આરોપી નો ડાયાપુર પાસે દારુ વેચવાનો ધંધો કરાયછે. ને દારુ નો જથ્થો બહારથી લાવી ને કડાણા ને સંતરામપુર તાલુકા માં ને મહીસાગર જીલ્લા માં પણ મોટાપાયે સપ્લાય કરવાનું ષડયંત્ર વરસો થી ચાલે છે ને આ હકીકત જીલ્લા ની પોલીસ ને સ્થાનિક પોલીસ તંત્ર શું નહીં જાણતું હોય??? એવા અનેક સવાલો ગ્રામીણ જનતામાં લોકમુખે ચર્ચાઈ રહ્યા છે