વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
સંતરામપુર તાલુકાના ગામની 22 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી કૉલેજમાં થી યુવક ભગાડીને લઈ ગયો
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની યુવતી ને વિવાહ લગ્નની લાલચ આપી ભગાડી લઈ ગયો હતો અને મારઝૂડ કરતો હતો યુવતી ઘરેથી ભાગી ગઈ પિતાના ઘરે જવું છે પરંતુ પિતા સ્વીકાર કરવાની ના પાડે છે તો મને સ્વીકારી લે તે માટે મદદ ની જરૂર છે તેવો કૉલ મહિસાગર 181 ટીમ ને મળ્યો હતો આથી ડ્યુટી પર હાજર 181 ટિમ સીન પર પહોંચી યુવતીનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે યુવતી પોતે કોલેજ ગયેલી હતી ત્યારે યુવક કોલેજ થી ડાયરેક્ટ યુવતીને ભ ગાડી લઈ ગયો હતો આ વાતને આશરે નવ મહિના થયા હતા એક દિવસ યુવકનો ફોન ચાર્જિંગમાં હતો ત્યારે એક યુવતીનો ફોન આવ્યો તો આ યુવતીએ ફોન ઉપાડ્યો તો તે યુવતી વાત કરતી કે આ યુવકે મારો નંબર બ્લેક લિસ્ટ માં નાખ્યો છે અને મારે તેની સાથે લગ્ન કરવાના છે મને ફોન કરે તેવું યુવક ને જણાવી દેજો તેમ વાત થઈ ત્યારબાદ યુવતીને ખબર પડી કે આયુ એક ને બીજી પત્ની લાવવાની છે અને મને લગ્નની લાલચ આપી છે આ વાત યુવતીએ યુવકને પૂછી તો યુવક માનતો જ નતો. પરંતુ યુવતીએ તે યુવતી સાથે બીજી વાર વાત કરી યુવકને સંભળાવ્યું ત્યારે યુવકએ આ વાત સ્વીકારી હતી અને તે યુવતી ને કહેતો કે હું તારી જોડે ટાઇમપાસ કરવાનો છું મારે તો પેલી યુવતી સાથે લગ્ન કરવાના છે તેમ જણાવી યુવતી સાથે મારઝૂડ કરી હતી અને મારી નાખવાની ધમકી આપતો હોવાથી પીડિત યુવતી તે ઘર છોડીને મરી જવું છે તેમ કરીને ઘરેથી નીકળી ગઈ અને ખેતર માં ઉગી રહી હતી બાદમાં માતા પિતા પાસે જવાનો વિચાર આવ્યો પરંતુ પિતા સ્વીકારવાની ના પાડતા હતા આથી મહિસાગર 181 ટીમે પીડિત યુવતી ના પિતાને સમજાવી યુવક વિરૂદ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં અરજી અપાવી હતી તથા આગળની કાર્યવાહી સંતરામપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે તથા યુવતીને તેના માતા પિતા સાથે સુખદ સમાધાન કરાવેલ આથી યુવતીએ મહિસાગર 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.