મહિસાગર જિલ્લામાં હોળી-ધૂળેટી નિમિતે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું બહાર પડાયુ

0
39
વાત્સલ્યમ્ સમાચાર

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહિસાગર જિલ્લામાં હોળી-ધૂળેટી નિમિતે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું બહાર પડાયુ

Screenshot 2023 03 06 15 10 16 85 680d03679600f7af0b4c700c6b270fe7

મહીસાગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.વી. દ્રારા તા.૦૮/૦૩/૨૦૨૩ સુધી કોઇપણ શખ્સ જાહેર જગ્યાએ અવર-જવર કરતા રાહદારીઓ, વ્યક્તિઓ ઉપર કે મકાનો તથા મિલ્કતો ઉપર તથા વાહનો ધ્વારા અવર-જવર કરતા મુસાફરો, વ્યક્તિઓ કે વાહનો ઉપર કાદવ, કિચડ, રંગમિશ્રિત પાણી, રસાયણ યુક્ત પ્રવાહી કે અન્ય શારીરિક નુકશાન થાય તેવી બીજી કોઇપણ વસ્તુ/પદાર્થ નાખવા, નંખાવવા અને હોળી-ધુળેટીના નામે ફંડ ફાળો કે કોઇપણ પ્રકારના નાણાં ઉઘરાવવા, અથવા બીજા કોઇ ઇરાદાથી જાહેર માર્ગ ઉપર અવર- જવર કરતા રાહદારીઓના વાહનો રોકવા, કે તેઓને અડચણ પડે તેવા કોઇપણ કૃત્યો આચરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યુ છે.

આ ઉપરાતં મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઘોડીયાર પુલ નજીક આવેલ મહીસાગર નદીકિનારે, લુણાવાડા તાલુકામાં આવેલ પાનમ ડેમ નદી કિનારે, દેગમડા નજીક મહીસાગર નદીકિનારે, હાડોડ પુલ નજીક મહીસાગર નદીકિનારે, તથા આગરવાડા પુલ નજીક મહીસાગર નદીકિનારે, તથા મહીસાગર જિલ્લામા આવેલ અન્ય તળાવો-જળાશયો વિગેરે જગ્યાએ નાહવા માટે હોળી-ધૂળેટીના દિવસોએ મોટી સંખ્યામાં લોકોનો ધસારો રહે છે.રંગોના ઉત્સવમાં ઉત્સાહના અતિરેકમાં ઘણી વખત દૂર સુધી નાહવા માટે જતા રહેવાથી ડૂબી જવાની ઘટનાઓ બનતી હોય છે. આથી ઉકત સ્થળોએ ડૂબી જવાની અનેક ઘટનાઓ બનતી હોવાથી તા.૦૬/૦૩/૨૦૨૩ થી તા.૦૮/૦૩/૨૦૨૩ એમ ત્રણ દિવસ સુધી મહીસાગર જિલ્લામાં આવેલ તમામ નદીપટ્ટ તથા તળાવ કિનારે નાહવા તથા અન્ય કામે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

 

 

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews