રિપોર્ટર…..
અમિન કોઠારી
મહિસાગર
કડાણા તાલુકાના તાત્રોલી ગામે મહિલાએ પોતાના ત્રણ વર્ષના બાળક સાથે કુવામાં મોતની છલાંગ લગાવી.
કડાણા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર કડાણા તાલુકામાં આવેલા તાંત્રોલી ગામે મહિલા નાં લગ્ન પાંચ વર્ષ અગાઉ થયેલા હતા…
પાંચ વર્ષ થયા હોવા છતાં આ મહિલાને ત્રણ વર્ષનો એક પુત્ર હતો અને હાલમાં આ મહિલાના પેટ માં આઠ વર્ષનું ગર્ભ હતો, પરંતુ તેના પતિ સહિત તેના સાસુ સસરા કામકાજની બાબતથી અવારનવાર તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય તેની સાથે ખરાબ વ્યવહાર કરતા હોય આ બધી વસ્તુથી હારી, થાકી , કંટાળીને મહિલાએ પોતાના ત્રણ વર્ષના બાળકની સાથે નજીકના કુવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
મરણ જનાર મહિલા ના પિતા નું કહેવું છે કે મેં તાંતરોલી ગામે મારી દીકરીને પાંચ વર્ષથી પરણાવી પરંતુ તેના સાસરીયાઓ દ્વારા તેને કોઈપણ પ્રકારનું સુખ આપવામાં આવ્યું નથી મારી દીકરીને તેના પતિ સહિત તેનાં સાસુ સસરાઓ દ્વારા પણ કામકાજ લઈને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપીને તેને મૃત્યુ તરફ એટલે કે આત્મહત્યા કરવા તરફ પ્રયાસ કર્યાનું મારી જાણમાં આવેલ છે તેઓ આક્ષેપ મરણ જનાર મહિલાના પરિવાર એ કરેલ છે , જેને અનુલક્ષીને કડાણા પોલીસ મથકે મરણ ગયેલ મહિલા ના પતિ તથા તેના સાસુ સસરા સામે દુષ પ્રેરણા અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે.