LUNAWADAMAHISAGAR

શ્રી કે એમ દોશી હાઇસ્કૂલ બાકોર–પાંડરવાડા ખાતે મહીસાગર જિલ્લા કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું કલેકટરના હસ્તે ઉદઘાટન

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

શ્રી કે એમ દોશી હાઇસ્કૂલ બાકોર–પાંડરવાડા ખાતે મહીસાગર જિલ્લા કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું કલેકટરના હસ્તે ઉદઘાટન

મહાનુભાવોએ પ્રદર્શનમાં રજૂ થયેલ કૃતિઓ નિહાળી બાળવૈજ્ઞાનિકો સાથે સંવાદ સાધી પ્રોત્સાહિત કર્યા

જીસીઇઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર દ્વારા આયોજિત મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા શિક્ષણ સમિતિ અને શ્રી કે એમ દોશી હાઇસ્કૂલ બાકોર–પાંડરવાડાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેકટર ભાવિન પંડયાના અધ્યક્ષસ્થાને બેદિવસીય જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનને ખુલ્લુ મુકાયું .

ટેકનોલોજી અને રમકડાં વિષય પર આયોજિત આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં વિવિધ પાંચ વિભાગમાં બાળ વૈજ્ઞાનિકોએ પ્રાથમિક વિભાગમાં 30 અને માધ્યમિક વિભાગમાં ૨૫ મળી કુલ ૫૫ કૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા કલેકટર ભાવિન પંડયા,  બાકોર પાંડરવાડા કેળવણી મંડળ પ્રમુખ  ડી એમ જોશી, ડાયટ પ્રાચાર્ય ડૉ. કે ટી પોરાણીયા, મોડાસા કોલેજ આચાર્ય ડૉ. બી ડી પટેલ, શાળાના આચાર્ય કલ્પેશ સેવક, ટ્રસ્ટીગણ સહિત મહાનુભાવોએ કૃતિ રજૂ કરનાર બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરી પ્રગતિમય ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.આ કાર્યક્રમમાં વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર શ્રી કે એમ દોશી હાઇસ્કૂલ બાકોર–પાંડરવાડાના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!